કમોસમી વરસાદ વચ્ચે જામ ખંભાળીયામાં DAP ખાતર માટે લાઈન લાગી, જુઓ વીડિયો

દ્વારકાઃ જામ ખંભાળીયામાં ખેડૂતો કમોસમી વરસાદ અને શિયાળુ પાક માટે જરૂરી ડીએપી ખાતરની અછત એમ બેવડી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શિયાળુ પાક માટે ડીએપી ખાતર મેળવવા માટે ખેડૂતોએ વહેલી સવારથી જ લાંબી લાઇનો લગાવી હતી. બજારમાં ડીએપી ખાતરની અછત સર્જાતા ધરતીપુત્રોને ભારે મુશ્કેલી પડી હતી. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને તેમના પાકમાં પહેલેથી જ નુકશાની ભોગવવી પડી છે, અને હવે ખાતરની અછતથી તેમની મુશ્કેલી વધુ વધી છે.ખેડૂતોને કુદરતી આફત પછી હવે DAP ખાતરની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.
કમોસમી વરસાદના કારણે ખેડૂતો પહેલેથી જ મુશ્કેલીમાં છે, ત્યારે ખાતરની અછત તેમની સમસ્યામાં વધારો કરી રહી છે. ગરીબ ખેડૂતો ખાતર માટે દોડધામ કરી રહ્યા છે, જ્યારે કેટલાક મળતિયાઓને સરળતાથી ખાતર મળી રહ્યું હોવાના આક્ષેપો થયા હતા. આ સ્થિતિને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ ખેડૂતોની સમસ્યાઓ સાંભળવા તૈયાર ન હોવાથી ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : ગીરમાં કમોસમી વરસાદ: મોઢવાડિયા-વાજાએ ખેતરોમાં જઈ નુકસાનીનો તાગ મેળવ્યો
ઉલ્લેખનીય છે કે શિયાળુ વાવેતર માટે ડીએપી ખાતર મહત્ત્વનો ભાગ ભજવે છે. જિલ્લામાં સહકારી ભંડારના ખરીદ વેચાણ સંઘ કે મંડળીઓમાં ડીએપી ખાતર વગર ખેડૂતો લાંબી લાઈન લગાવી રહ્યા છે. ખાતર વગર ખેડૂતો બેબાકળા થયા છે અને ખેડૂતો દ્વારા તાત્કાલિક ધોરણે ખાતર આપવામાં આવે એવી માંગ પણ કરવામાં આવી હતી.



