દ્વારકા

Dwarkaમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવા હાઇકોર્ટની સરકારને લીલીઝંડી, તમામ અરજીઓ ફગાવી

અમદાવાદ: ગુજરાત સરકારને બેટ દ્વારકામાં(Dwarka)ગેરકાયદે દબાણોને દુર કરવા માટે હાઈકોર્ટે લીલીઝંડી આપી છે. હાઈકોર્ટે બેટ દ્વારકા ખાતે ગેરકાયદે ધાર્મિક અતિક્રમણને વકફ બોર્ડની મિલકત ગણાવતી અરજીઓ ફગાવી દીધી. વકફના નામે સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરીને કુલ 12 ગેરકાયદે ધાર્મિક અતિક્રમણ કરવામાં આવ્યા હતા. હાઈકોર્ટના નિર્ણય બાદ વહીવટીતંત્રે અતિક્રમણ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી બેટ દ્વારકામાં સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરીને બનાવવામાં આવેલી ઇમારતો પર સતત બુલડોઝર ચલાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં સરકારે એક મોટો વિસ્તાર ગેરકાયદે કબજામાંથી મુક્ત કરાવ્યો છે.

આ પણ વાંચો: Gujarat ના દ્વારકામાં 8 દિવસમાં કુલ 525 દબાણો દુર કરાયા

ગુજરાત હાઈકોર્ટે બધી અરજીઓ ફગાવી દીધી

દેવભૂમિ દ્વારકા સ્થિત બેટ દ્વારકા ખાતે સરકારના પગલાંને રોકવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ અરજીઓમાં વહીવટીતંત્ર દ્વારા સરકારી જમીન પર આવેલા ધાર્મિક સ્થળોને તોડી પાડવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટે આ બધી અરજીઓ ફગાવી દીધી હતી, ત્યારબાદ બેટ દ્વારકામાં સરકારી જમીન પરના ગેરકાયદે બાંધકામ પર એકવાર બુલડોઝર ચલાવવાનું શરૂ કર્યું હતું.

કુલ 36 ધાર્મિક ગેરકાયદે બાંધકામ દૂર કરાયા

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં સ્થિત 21 નિર્જન ટાપુઓમાંથી 7 ટાપુઓને ગેરકાયદે કબજામાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. પોલીસ અને વન વિભાગના સંયુક્ત પ્રયાસોથી આ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. જ્યાં કુલ 36 ધાર્મિક અને વ્યાપારી બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. ખાસ કરીને ખારા ચૂસણા અને મીઠા ચૂસણા ટાપુઓ પર 15 ગેરકાયદે બાંધકામો સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button