ગુજરાતમાં ‘નકલીઓનો’ રાફડો ફાટ્યો! હવે ‘એડિશનલ કલેક્ટર’નું બોર્ડ લગાવી ફરનારા બે ગઠિયા ઝડપાયાં

દ્વારકાઃ ગુજરાતમાં નકલખોરોની ભરમાર જોવા મળી રહી છે, જેમાં એવો કોઈ વિભાગ નહીં હોય નકલખોરો નહીં હોય. થોડા સમય પહેલા તો જજ પણ નકલી ઝડપાયો હતો. 2024માં અલગ અલગ વિભાગના 10થી પણ વધારે નકલી સરકારી અધિકારી ઝડપાયા હતાં. ફરી એક નકલી અધિકારી ઝડપાયો છે. વિગતે વાત કરીએ દ્વારકા પોલીસે એવા બે ગઠિયાની ધરપકડ કરી છે, જે પોતાની કાર પર તે એડિશનલ કલેક્ટરના બોર્ડ સાથે ફરી રહ્યાં હતાં. આ લોકો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી દીધી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં એક વર્ષમાં 20 નકલી અધિકારી પકડાતા કૉંગ્રેસે શું કરી માંગ? જાણો
સરકારી કામ કરવાને બહાને લોકો સાથે છેતરપિંડી કરતા
મીડિયા રિપોર્ટ પ્રમાણે આ લોકો સરકારી કામ કરવી આપવાનું કહીને લોકો સાથે છેતરપિંડી કરતા હતાં અત્યારે આ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. એટલું જ નહીં, પરંતુ પોલીસે એ મામલે પણ તપાસ કરી રહી છે નકલી અધિકારી બનીને ફરતા લોકોએ કેટલા લોકો સાથે છેતરપિંડી કરી હતી. દ્વારકા પોલીસ અત્યારે આ કેસની તપાસ કરી રહી છે.
કાર રોકીને પૂછપરછ કરી એટલે પોલીસને તેમના પર શંકા ગઈ
પોલીસ વિગતો આપતા જણાવ્યું હતું કે જ્યારે તેઓ દ્વારકામાં પોલીસ ચેકિંગ ચાલી રહ્યું હતું. ત્યારે પોલીસને એક કાર શંકાસ્પદ લાગી હતી. જેના પર ‘એડિશનલ કલેક્ટર’નું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. જે બાદ પોલીસે કાર રોકીને પૂછપરછ કરી પરંતુ કારમાં બેઠેલા બંને લોકો સંતોષજનક જવાબ આપી શક્યા નહોતા, જેથી પોલીસને તેમના પર વધારે શંકા ગઈ હતી. પોલીસે આ લોકો નકલી અધિકારી હોવાની જાણ થતા તેમની ધરપકડ કરી હતી.
દ્વારકામાં એડિશનલ કલેક્ટર બનીને ફરતા હતા
નકલી એડિશનલ કલેક્ટર બનીને ફરતા આરોપીઓમાં એક મહિલા અને એક પુરૂષની ધરપકડ કરવામાં આવી છે. દ્વારકા ડેપ્યૂટી એસપી સાગર રાઠોડે વિગતો આપતાં જણાવ્યું હતું કે જીલ પંચમતિયા અને કેશે દેસાઈની અત્યારે અટકાયત કરવામાં આવી છે. આ બન્ને આરોપીઓ પોતાના ગાડીમાં એડિશનલ કલેક્ટરનું બોર્ડ લગાવીને લોકો સાથે છેતરપિંડી આચરતા હતાં. આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે. ગુજરાતમાં દરેક ક્ષેત્રમાં નકલીનું કારસ્તાન ઝડપાઈ રહ્યું છે, જો કે, પોલીસ તેમની સામે કાર્યવાહી પણ કરી રહી છે.