આજથી દેવભૂમિ દ્વારકાના 21 ટાપુઓ પર બે મહિના સુધી પ્રવેશબંધી; આ કારણે લેવાયો નિર્ણય…

દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના વહીવટી તંત્રએ દરિયામાં આવેલા 21 ટાપુઓ પર પુર્વ મંજુરી વિના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત દ્વારકા નજીકના આવેલા ટાપુ પર વાહનોની અવર-જવર તથા કચરો ફેંકવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ જાહેરનામું પ્રસિધ્ધ કરીને જિલ્લાના 21 ટાપુઓ ઉપર જે તે ટાપુની મહેસુલી હકુમત ધરાવતા પ્રાંત અધિકારી અને સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટની લેખીત પુર્વ મંજુરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
Also read : ગુજરાત પોલીસે ‘પાસા’ હેઠળ પકડાયેલા 1157 આરોપીને ભણાવ્યા કાયદાના પાઠ
21 ટાપુઓ પર પ્રવેશબંધીનો હુકમ
જિલ્લામાં આવેલ 21 ટાપુઓ જેવા કે (1) ધાની ઉર્ફે ડની ટાપુ, (2) ગાંધીયોકડો ટાપુ, (3) કાલુભાર ટાપુ, (4) રોઝી ટાપુ, (5) પાનેરો ટાપુ, (૬) ગડુ (ગારૂ) ટાપુ, (૭) સાનબેલી (શિયાળી) ટાપુ, (૮) ખીમરોઘાટ ટાપુ, (૯) આશાબાપીર ટાપુ (૧૦) ભેંદર ટાપુ (૧૧) ચાંક ટાપુ (૧૨) ધબધબો (દબદબો) ટાપુ (૧૩) દીવડી ટાપુ (૧૪) સામીયાણી ટાપુ (૧૫) નોરૂ ટાપુ (૧૬) માન મરૂડી ટાપુ (૧૭) લેફા મરૂડી ટાપુ (૧૮) લંધા મરૂડી ટાપુ (૧૯) કોઠાનું જંગલ ટાપુ (૨૦) ખારા મીઠા ચુષ્ણા ટાપુ (૨૧) કુડચલી ટાપુ ઉપર જે તે ટાપુની મહેસુલી હકુમત ધરાવતા પ્રાંત અધિકારી અને સબ-ડિવીઝનલ મેજીસ્ટ્રેટની લેખિત પૂર્વ મંજુરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામું તા.૩૦/૦૧/૨૦૨૫થી તા.30/0૩/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.
Also read : સરકારી અધિકારી બનવા ઈચ્છુક માટે ખુશખબરઃ GPSC આ વર્ષે 1,751 જગ્યા પર ભરતી કરશે…
21 ટાપુઓ માનવ વસાહત રહિત
અત્રે ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાનો વિશાળ સાગરકાંઠો અતિ સંવેદનશીલ છે. સમુદ્રમાં 24 ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર બે ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે. જ્યારે 21 ટાપુઓ માનવ વસાહત રહિત છે. નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલા હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે વિવિધ જ્ઞાતિના શ્રધ્ધાળુઓ અવર જવર કરતા હોય છે. આ શ્રધ્ધાળુઓ સાથે રાષ્ટ્ર વિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃતિઓ કરતા ઇસમો નિર્જન ટાપુઓ પર આશ્રય મેળવે છે. આ જ કારણે ૨૧ ટાપુઓ પર પુર્વ મંજુરી વિના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.