દ્વારકાધીશ મંદિરમાં ‘ભાઈ બીજ’ના દર્શનના સમયમાં ફેરફાર; અડધો કલાક વહેલા થશે મંગળા આરતી

દ્વારકા: પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા તરફથી આગામી દિપાવલી/નૂતન વર્ષ ઉત્સવ નિમિત્તે દર્શનના સમયમાં આંશિક ફેરફારની જાહેરાત કરવામાં આવી છે.

આ ઉત્સવ તા. ૧૯/૧૦/૨૦૨૫ થી ૨૩/૧૦/૨૦૨૫ દરમિયાન ઉજવવામાં આવનાર છે. મંદિરના વહીવટદાર કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અગાઉ તા. ૧૩/૧૦/૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેર વિજ્ઞપ્તિમાં તા. ૨૩/૧૦/૨૦૨૫ ને બુધવાર, ‘ભાઈ બીજ’ ના દિવસના શ્રીજીના દર્શનના ક્રમમાં નીચે મુજબનો ફેરફાર કરવામાં આવ્યો છે,
વહીવટદાર કચેરી દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર, તા. ૨૩/૧૦/૨૦૨૫ ને બુધવાર, “ભાઈ બીજ” ના દિવસે શ્રી દ્વારકાધીશ મંદિરમાં દર્શનના સમયમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ પ્રસિદ્ધ કરેલ જાહેર વિજ્ઞપ્તિ મુજબ, ભાઈ બીજના દિવસે મંગળા આરતીનો સમય સવારે ૦૭:૦૦ વાગ્યે નક્કી કરાયો હતો. જોકે, સુધારા જાહેર વિજ્ઞપ્તિ મુજબ, હવે મંગળા આરતીનો સમય અડધો કલાક વહેલો કરીને સવારે ૦૬:૩૦ વાગ્યે કરવામાં આવ્યો છે. આ સિવાયના દર્શનના અન્ય ક્રમ “નિત્ય ક્રમ” મુજબ જ રહેશે. શ્રી દ્વારકાધીશ મંદિરના વહીવટદાર કચેરી દ્વારા સર્વે વૈષ્ણવોને આ સુધારાને ધ્યાનમાં રાખીને દર્શનનો લાભ લેવા વિનંતી કરવામાં આવી છે.



