બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણો પર બુલ્ડોઝર ફરી વળ્યું, જુઓ VIDEO

બેટ દ્વારકાઃ કૃષ્ણની નગરી બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણ કરવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહી બેટ દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારમાં કરવામાં આવી રહી છે. અહીં 50 રહેણાંક અને કોમર્શિયલ બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં 2022 માં પહેલીવાર બુલ્ડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. જે બાદ ફરી ગેરકાયદેસર બાંધકામ થઈ ગયું હતું. તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હતી.
વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, ગેરકાયદેસર રીતે જગ્યા પર કબજો કરીને અહીંથી દાણચોરી અને ગુના સંબંધિત પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી હતી. આવી સ્થિતિમાં, વહીવટીતંત્ર દ્વારા અહીં સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ સ્થળ પર ઉપસ્થિત રહી હતી.
દ્વારકાના એસડીએમે શું કહ્યું
દ્વારકાના એસડીએમ લેફ્ટનન્ટ કર્નલ અમોલ અવતે કહ્યું, આજે બેટ દ્વારકાના બાલાપર ગામમાં ગેરકાયદે દબાણ દૂર કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સરકારી જમીન પર લગભગ 250 મકાનો બનાવવામાં આવ્યા હતા. છેલ્લા 10 દિવસમાં, અમે રહેવાસીઓને તેમના ઘર ખાલી કરવા માટે નોટિસ ફટકારી હતી. 8મી તારીખે અમે તેમના મિલકતના દસ્તાવેજોની ચકાસણી કરી, ત્યારબાદ અમે અભિયાન શરૂ કર્યું છે. અહીં અમારી સાથે 1000 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર અને નગર પાલિકાના 80 કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો…ચેરીટીતંત્રના વહીવટમાં પારદર્શિતા લાવવા રાજ્ય સરકારે શું લીધો મોટો નિર્ણય? જાણો
2022માં શરૂ થઈ હતી ઝુંબેશ
દરિયાકાંઠાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, 2022 માં બેટ દ્વારકાથી ડિમોલિશન ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ પછી, દેવભૂમિ દ્વારકા, કચ્છ, પોરબંદર, જૂનાગઢ સહિત અનેક જિલ્લાઓમાં ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ગુપ્તચર એજન્સીઓના મતે, દરિયાકાંઠાના વિસ્તારો અનેક પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહ્યા હતા. બેટ દ્વારકામાં ડિમોલિશનનો આ બીજો તબક્કો છે, 2022 માં ડિમોલિશન પછી હાથ ધરવામાં આવ્યું હતું. સર્વેક્ષણ દરમિયાન ઘણા વધુ ગેરકાયદેસર બાંધકામો વિશે માહિતી મળી હતી, જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.