દ્વારકા

દ્વારકામાં હિલ્લોળા લેતો ડ્રગ્સનો દરિયો – પ્લાન ‘ઉડતા ગુજરાત’ ? વધુ 11 કરોડનું ચરસ ઝડપાયું

ગુજરાતનાં સમુદ્રી કાંઠા વિસ્તારોમાં માદક દ્રવ્યોના મળવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. કચ્છના ક્રીક વિસ્તાર, દ્વારકા જિલ્લાનો દરિયા કીનારો, સોમનાથના દરિયા કિનારે થી અગાઉ મોટી માત્રમાં જથ્થો પકડાયા બાદ પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે. ત્યારે પેટ્રોલિગ દરમિયાન જ મીઠાપુર વિસ્તારના મોજપ મોજપ ગામના દરિયા કિનારેથી માદક પદાર્થ ચરસનાં 21 પેકટ, જેમાં 23,680 કિલો ચરસ બીનવારસી હાલતમાં મળી આવ્યો હતો.

જેની બજાર કિંમત રૂપિયા 11 કરોડ 84 લાખ જેટલી થવા પામે છે. આ મુદ્દામાલ જપ્ત કરી પોલીસે તપાસ હાથ ધરી હતી. છાસવારે હવે તો દ્વારકામાં ઝ્દ્પાતું ડ્રગ્સ તીર્થભૂમિને બદનામ કરવા માટે પ્લાન ઉડતા ગુજરાત બનાવાતો હોવાની આશંકા પ્રબળ બની છે.સાધુ-સંતો અને તીર્થ યાત્રિકોને માદક પદાર્થથી લલચાવવા અને અહીથી જ બંધાણીઓનો કેરિયર તરીકે ઉપયોગ કરવાનું પણ મોટું ષડયંત્ર હોવાની શક્યતા પણ નકારી શકાય નહીં. જન્માસ્ટમી તહેવારો આવતા જ કહેવાય છે કે ડ્રગ્સના સોદાગરો દ્વારકા પંથકમાં સક્રિય થયા હોવાની પણ આશંકા ઘેરી બની છે.સૌથી મોટો સવાલ એ છે કે દ્વારકા, કચ્છ અને સોમનાથ સહિતના દરિયાકાંઠે થી ઝ્ડપાયેલો તમામ જથ્થો બિનવારસી જ મળી આવ્યો છે. તો સવાલ એ છે કે શું કરોડોની કિમતનો માદક પદાર્થ માફિયાઓ દરિયામાં શા માટે વહાવી શકે ?

ગુજરાતમાં કચ્છથી માંડીને દેવભૂમિ દ્વારિકાના દરિયાઈ પટ્ટા પર તમામ જગ્યાએથી બિન વરસી હાલતમાં કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાઇ ચૂક્યા છે આ સિલસિલો પણ લગભગ 2 મહિનાથી ચાલી રહ્યો છે. છેલ્લા બે દિવસથી દ્વારકામાં 30 ઇંચ વરસાદ છતાં દરિયા કિનારેથી આટલી મોટી માત્રમાં ડ્રગ્સનો જથ્થો હાથ લાગે તે પણ લાવારિસ તે એક આશ્ચર્યજંક બાબત છે. દેવભૂમિ દ્વારકા તાબાના વાંચ્છું અને ગોરિંજા ગામ વિસ્તારમાં આવેલા દરિયા કિનારા પાસે ચરસનો મોટી માત્રામાં જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. આશરે 64 પેકેટનો આ જથ્થો વાંચ્છું અને ચંદ્રભાગા દરિયાકાંઠા વિસ્તારમાં બિનવારસી હાલતમાં પડ્યો હતો. જેનો કબજો પોલીસે મેળવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button