દ્વારકા

Dwarka ના 32 ગામમાં અનઅધિકૃત દબાણો સાથે 106 ધાર્મિક દબાણો દૂર કરવા નોટિસ…

અમદાવાદ: ગુજરાતભરમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી યથાવતરુપે જોવા મળી રહી છે. એવામાં દેવભૂમિ દ્વારકા(Dwarka)જિલ્લામાં તંત્ર દ્વારા વધુ એક વખત ગેરકાયદેસર દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામ કલ્યાણપુર તાલુકાના 32 ગામમાં થયેલા અનઅધિકૃત દબાણો દૂર કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં સરકારી જગ્યા પર થયેલા 106 ધાર્મિક દબાણોને તંત્રએ નોટિસ પાઠવી હતી.

Also read : Gujarat માં સોમનાથ ખાતે 18 થી 21 માર્ચ દરમિયાન બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલ-2025 નું આયોજન…

વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં સરકારી જમીન પર થયેલા 106 ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે.
કલ્યાણપુર તાલુકાના મામલતદાર આર.એચ.સુવા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમે સરકારી જમીન પરના તમામ ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે કટિબદ્ધ છીએ. આ ઝુંબેશનો હેતુ સરકારી જમીનને ગેરકાયદેસર દબાણોથી મુક્ત કરવાનો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button