બોટાદ જિલ્લાની પ્રાથમિક સ્કૂલમાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના કિસ્સામાં શિક્ષક પકડાયો
ઢસા: બોટાદનાં ઢસાની એક શાળામાં શિક્ષણ જગતને કલંકિત કરનારો કિસ્સો સામે આવ્યો છે. ઢસાની પ્રાથમિક શાળાના એક શિક્ષકે વિદ્યાર્થીનીની સાથે અડપલાં કર્યા હોવાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. શિક્ષક વિદ્યાર્થીનીને પોતાની ઓફિસમાં બોલાવીને છેડતી કરતો હતો જેનો વિડીયો વાયરલ થતાં આખો મામલો પ્રકાશમાં આવ્યો છે અને આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચો: Kheda માં વિદ્યાર્થીની સાથે છેડતી કરનારા શિક્ષકની પોલીસે ધરપકડ કરી…
પ્રાપ્ત વિગતો અનુસાર બોટાદ જિલ્લાના ઢસામાં પ્રાથમિક શાળાની એક વિદ્યાર્થીની સાથે ખુદ તેના શિક્ષક દ્વારા જ છેડતી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઢસા પ્રાથમિક શાળાના શિક્ષક આનંદકુમાર જાનીએ શાળાની એક વિદ્યાર્થીની સાથે અડપલાં કર્યા હતા. શિક્ષકે વિદ્યાર્થિનીને પોતાની ઓફિસમાં બોલાવીને છેડતી કરી હતી, જેનો વિડીયો વાયરલ થતાં આખો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.
ઢસામાં શિક્ષકની કરતૂત બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ધોરણ 8 માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાં કરી અને ભવિષ્ય બગાડી દેવાની ધમકી આપી હતી. બનાવ બાદ પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે પરંતુ ગ્રામલોકોની માંગ હતી કે આરોપીની તેમની સામે રજૂ કરવામાં આવે પરંતુ તેમ ન કરવામાં આવતા લોકોએ રસ્તા પર ઉતરીને ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો.
આ પણ વાંચો: 11 વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ: શિક્ષકની ધરપકડ
સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ વિદ્યાથીનીના વાલીએ ઢસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. આરોપી શિક્ષક 2019 ના વર્ષથી શાળામાં ફરજ બજાવે છે.