બોટાદમનોરંજન

મુકેશ-અનંત અંબાણીએ ગુજરાતના ક્યા હનુમાનજી મંદિરને આપ્યું 5 કરોડનું દાન ?

સાળંગપુર(બોટાદ): નવા વર્ષની શરૂઆતની સાથે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી તેના દીકરા અનંત અંબાણી સાથે ગુજરાતના યાત્રાધામોના પ્રવાસે છે. સોમનાથ, દ્વારકા બાદ હવે તેઓ બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કષ્ટભંજન દેવ હનુમાનજીના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. અહી તેમણે કષ્ટભંજદેવ હનુમાનજી મંદીરે વિશેષ પૂજા અર્ચના કરી હતી.

મળતી વિગતો અનુસાર, દર્શન બાદ તેમણે મંદીર ટ્રસ્ટ માટે દાન કર્યું હતું. તેમણે મંદીરના વિકાસ અને અન્ય કાર્યો માટે 5 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવાર તેમના આધ્યાત્મિક વારસાના કારણે સતત પ્રસંશા પામતો આવ્યો છે.

Image Source: PTI

બે દિવસ પહેલા જ મુકેશ અંબાણી પવિત્ર યાત્રાધામ અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની મુલાકાતે પહોંચ્યા હતા. તેમની સાથે પત્ની નીતા અંબાણી અને પુત્ર અનંત અંબાણી પણ હતા. અંબાણી પરિવારે ૧૨ જ્યોતિર્લિંગોમાં પ્રથમ એવા સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી અને જલાભિષેક કર્યો હતો. તેમણે ‘શિવાર્પણ’ તરીકે રૂ. ૫ કરોડનું દાન અર્પણ કર્યું હતું. તે સિવાય તેમણે બાણ સ્તંભની પણ મુલાકાત લીધી હતી.

નવા વર્ષ ૨૦2૬ ના પ્રારંભની આસપાસ, અંબાણી પરિવારે આ અઠવાડિયે અન્ય એક મુખ્ય યાત્રાધામ દ્વારકાની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે દ્વારકાધીશ મંદિરમાં પણ દર્શન અને પ્રાર્થના કરી હતી.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button