ભાવનગર

વીસ વર્ષ પહેલા મહિલાને શ્વાન કરડ્યો હતો, પણ ધ્યાન ન આપતા થયું મોત

ભાવનગરઃ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ ગામે એક મહિલાનું હડકવાના કારણે મોત નીપજ્યું હતું. આ મહિલાએ પોતાના ત્રીજા સંતાનને જન્મ આપ્યાના સાતેક દિવસ માજ હડકવા ઉપડ્યો હતો.

જેથી સર.ટી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા. જ્યાં મોત નીપજ્યું હતુ. નવજાત શિશુ ને કોઈ ગંભીર અસર ન થાય તે માટે સારવાર અપાઈ છે અને શ્વાન કરડવાના કેસમાં બેદરકારી ન દાખવવી તેમ તાલુકા હેલ્થ ઓફિસર એ જણાવ્યું હતુ.

શ્વાન કરડવા કે તેના નખ લાગવાથી બેદરકારી દાખવવામાં આવે તો માણસને હડકવા ઉપડી શકે છે, ગંભીર સ્થિતિ નિર્માણ થયા બાદ સારવાર પણ કારગત નથી નીવડતી ને મોત નિપજી શકે છે તેવી ઘટના તળાજાના ત્રાપજ ગામે ઘટી હતી.

આપણ વાચો: થાણેમાં શ્વાન કરડ્યાના મહિના બાદ છ વર્ષની બાળકીનું મૃત્યુ

તાલુકા હેલ્થ ઓફિસર એ જણાવ્યું હતુ કે મહિલાની ગત.તા.૨૨ ના રોજ ત્રાપજ સરકારી દવાખાને ડિલિવરી થઈ હતી. ત્રીજું સંતાન હતું. બાદ મહિલાને હડકવાની અસર થતા સર.ટી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. આ મહિલાને એકાદ મહિના પહેલા શ્વાન કરડયું હતું, પરંતુ તેમણે સારવાર લેવી જોઈએ તે લીધી નહિ.

૩૩ વર્ષીય મહિલાના શ્વાન કરડવું અને હડકવા ઉપડ્યા બાદ મોત નિપજતાં નવજાત શિશુ સહિત ત્રણ સંતાનોએ માતા ગુમાવી છે. જોકે નવજાત શિશુને સારવાર આપી દેવામાં આવી હતી.

બ્લોક હેલ્થ ઓફિસર ડો.જીતુ પરમારે લોકોને સાવચેત કરતા જણાવ્યું હતુ કે લોકોમાં બેદરકારી નું પ્રમાણ ઘણું જ જોવા મળે છે. શ્વાન કરડવા અથવા તો નખ વાગવાથી પણ ગંભીર પરિણામ આવી શકે છે. શ્વાન પાળીતું હોય અને તેને ઈન્જેકશન દેવડાવ્યા હોય તો પણ તકલીફો ઉભી થઇ શકે છે. ૨૦ વર્ષ બાદ પણ હડકવા ઉપડી શકે છે. આ બાબતે લોકોએ સ્વયં જાગૃતતા દાખવવી જરૂરી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button