Viral Video: લીલીયામાં ફોરેસ્ટ ગાર્ડે માત્ર લાકડી બતાવી સાવજને રેલવે ટ્રેક પરથી ભગાડ્યો
ભાવનગર: સોશિયલ મીડિયા પર રોજબરોજ કોઇને કોઇ વીડિયો વાઇરલ (viral video) થતાં હોય છે. આવો જ એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે, જેમાં ફોરેસ્ટ ગાર્ડ (forest guard) ગાય, ભેંસની જેમ રેલવે ટ્રેક પરથી સિંહને ભગાડતા જોવા મળી રહ્યો છે. આ વીડિયો ભાવનગર રેલવે વિભાગ હેઠળના લીલીયા સ્ટેશન પાસે આવેલ રેલ્વે ક્રોસીંગ ફાટકનો હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો: લિલિયા રેન્જમાં ટ્રેનની અડફેટે સિંહના મોતને મામલે કાર્યવાહી : ફોરેસ્ટર કરાયો સસ્પેન્ડ
ક્યાંનો છે આ વીડિયો
દામનગર નજીકના લીલીયા સ્ટેશનના એલસી-31 ગેટ પર સોમવારે બપોરે 3 કલાકે ફોરેસ્ટ ગાર્ડ ફરજ પર તૈનાત હતો ત્યારે સિંહ ટ્રેક પર આવી ગયો હતો. રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે સાવજને રેલવે કર્મચારીએ લાકડી વડે કોઈ પણ જાતના ડર વગર ભગાડ્યો હતો. સ્થળ પર હાજર કોઈ વ્યક્તિએ રેલવે કર્મચારી અને સિંહનો વીડિયો રેકોર્ડ કરીને પોસ્ટ કર્યો હતો. જે ગણતરીના કલાકોમાં જ વાઇરલ થયો હતો. સોશિયલ મીડિયા પર યુઝર્સ કર્મચારીની બહાદુરીના વખાણ કરી રહ્યા છે. આ વિસ્તારમાં સિંહો વારંવાર ટ્રેક પર આવી જાય છે.
રેલવેના જનસંપર્ક અધિકારી શંભુજીએ પોન પર જાણકારી આપતાં કહ્યું, આ ઘટના 6 જાન્યુઆરીએ બપોરે 3 કલાકે લીલીયા રેલવે સ્ટેશનના ગેટ નંબર એલસી-31 પાસે બની હતી. ગાર્ડની બહાદુરી અને સતર્કતાએ આ ઘટનાને એક ઉદાહરણરૂપ બનાવી હતી.