ભાવનગરમાં લિફ્ટમાં છ વર્ષનું બાળક ફસાયું, બે દિવસ બાદ સારવાર વખતે થયું મોત

ભાવનગર: ભાવનગર શહેરના અન્નપૂર્ણા એપાર્ટમેન્ટમાં બે દિવસ પહેલા એક લિફ્ટમાં ફસાઈ ગયું હતું. તે બાળકનું આજે મોત થયું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે બાળક એપાર્ટમેન્ટની લિફ્ટમાં ફસાઈ ગયું હોવાથી તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી બાળકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. અહીં બે દિવસ સારવાક લીધા બાદ તેનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. હવે પોસ્ટમોર્ટમ બાદ બાળકના મૃતદેહને માતા-પિતાને સોંપવામાં આવશે.
6 વર્ષના બાળકનું બે દિવસની સારવાર બાદ હોસ્પિટલમાં મોત
અત્યારે બિલ્ડીંગોમાં લિફ્ટની સુવિધા બેઝિક જરૂરિયાત બની ગઈ છે, પરંતુ તેના કારણે અકસ્માતની ઘટનાઓ પણ વધી રહી છે. ભાવનગરમાં આવા એક અકસ્માતમાં બાળકોનું મોત થયું છે. ભાવનગરના અન્નપૂર્ણા એપાર્ટમેન્ટની લિફ્ટમાં માત્ર 6 વર્ષનું બાળક ફસાયું હતું. જેનું બે દિવસની સારવાર બાદ મોત થયું છે. આ ઘટના માતા-પિતા માટે લાલબત્તી સમાન બની છે. પોતાના બાળકોને ક્યારેય એકલા લિફ્ટમાં ના જવા દેવા જોઈએ. કારણે કે, લિફ્ટ ખરાબ થવાની ઘટનાઓ વધી રહી છે.
આપણ વાંચો: ગુજરાતના દહેગામમાં મેશ્વો-ખારી નદી પર 18 કરોડના ખર્ચે 6 ચેકડેમનું કરાયું લોકાર્પણ
બાળકનું મોત થતા સ્થાનિકોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો
ભાવનગરમાં લિફ્ટના કારણે 6 વર્ષના બાળકનું મોત થતા સ્થાનિક લોકોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે. આસપાસના વિસ્તારોમાં પણ લોકો આ ઘટનાને ગંભીરતાથી લેતા પોતાના વિસ્તારના બાળકોને સાવધાન રાખવા માટે અપીલ કરી છે. એટલું જ નહીં પરંતુ બાળકોને એકલા લિફ્ટમાં ના મુકવા માટે માતા-પિતાને ખાસ અપીલ કરી છે. લિફ્ટ ખરાબ થવાની ઘટનાઓ રાજ્યમાં છાશવારે બનતી હોય છે, જેમાં ઘણીવાર મોતના સમાચાર પણ પ્રકાશમાં આવતાં હોય છે.