મહુવામાં પત્નીના ભાગી જવાના વહેમમાં જમાઈએ સાસુ-સસરા પર છરીના ઘા ઝીંક્યા, બંનેના મોત...

મહુવામાં પત્નીના ભાગી જવાના વહેમમાં જમાઈએ સાસુ-સસરા પર છરીના ઘા ઝીંક્યા, બંનેના મોત…

મહુવા: ભાવનગર જિલ્લાના મહુવામાં જમાઈએ જ પોતાના સાસુ-સસરાને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હોવાનો ખુલાસો થયો છે. ડબલ મર્ડરની આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી. જો કે હત્યાની ઘટનાની ગણતરીના કલાકમાં જ પોલીસે આરોપી જમાઈની ધરપકડ કરી લીધી હતી.

પત્નીના ભાગી જવા પાછળ તેમના સાસુ-સસરાનો હાથ
મળતી વિગતો અનુસાર, ભાવનગર જિલ્લાના મહુવાના ખાર ઝાપા વિસ્તારમાં રહેતા રમેશભાઈ ભીલની દીકરીના લગ્ન અજય રાજુ ભીલ સાથે થયા હતા. પરંતુ આ દંપતી વચ્ચે છેલ્લા ઘણા સમયથી કોઇ બાબતને લઈને અણબનાવ ચાલી રહ્યો હતો. થોડા દિવસ પૂર્વે જ અજય ભીલની પત્ની કોઈ અન્ય કોઈ શખ્સની સાથે ભાગી થઈ ગઈ હતી. આરોપી અજયને મન એવી શંકા હતી કે પત્નીના ભાગી જવા પાછળ તેમના સાસુ-સસરાનો હાથ છે.

સાસુ-સસરા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો
આ બાબતનો ખાર રાખીને આરોપી અજય તેના સાસુ-સસરાના ઘરે પહોંચ્યો હતો અને ત્યાં તેણે તેના સાસુ ભારતીબેન અને સસરા રમેશભાઈ સાથે ઉગ્ર બોલાચાલી અને મારામારીમાં કરી હતી. આ મારામારીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આવેશમાં આવીને તેણે પોતાનાં સાસુ-સસરા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો.​​​​​​​ અજયના હુમલાથી સાસુ-સસરા બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.

પોલીસે ડબલ મર્ડરનો ગુનો નોંધ્યો
હત્યાના બનાવની જાણ થતાની સાથે જ મહુવા ટાઉન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહોનો કબ્જો મેળવીને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના અંગે પોલીસે અજય ભીલ નામના શખ્સ વિરુદ્ધ ડબલ મર્ડરનો ગુનો નોંધ્યો હતો. તેની વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button