
ભાવનગર: હાલ રાજ્યમાં ચોમાસાની જમાવટ જોવા મળી રહી છે. આજે સવારના ૬ થી ૮ વાગ્યાના ટૂંકા ગાળામાં રાજ્યના 72 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. ગઇકાલથી પડી રહેલા વરસાદમાં ભાવનગર જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે. ભાવનગર જિલ્લા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના 14 માર્ગોને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.
ભાવનગરના તળાજાના પાલીતાણા-પીંગળી રોડને ભુતિયા ગામ પાસે કોઝ વે નું ઓવર ટોપીંગ થવાના કારણે અને દીહોર નજીક પ્રગતિ હેઠનાં સ્લેબ ડ્રેઇનનું ડાયવર્ઝન ધોવાઇ જવાના કારણે બંધ કરવામાં આવ્યો છે. ધારુકા પાસે HPD ch. 6/840 ઓવર ટોપીંગ થવાના કારણે ઉમરાળા-સોનગઢ રોડને બંધ કરવામાં આવ્યો હતો. ખારી બ્રિજ પર પાણી ઓવર ટોપિંગ ના કારણે બગોદરા ધંધુકા બરવાળા વલ્લભીપુર ભાવનગર રોડ બંધ કરવામાં આવ્યો છે. બુઢ્યા ગામનો પાઇપ ડ્રેઇન ઓવર ટોપીંગ થવાના કારણે પાલીતાણા-ટાણા- નાના ખોખરા રોડ બંધ થવાના કારણે પાલીતાણા-ટાણા- નાના ખોખરા રોડ બંધ કરવામાં આવ્યો છે.
મહુવા તાલુકામાં ઓવર ટોપીંગ થવાના કારણે મહુવા-ઉમણીયાવદર-તરેડ રોડને બંધ કરવામાં આવ્યો છે તેમજ સથરા નાળું ઓવર ટોપીંગ થવાના કારણે મહુવા-વાઘનગર-દાઠા રોડને બંધ કરવામાં આવ્યો છે. ગારીયાધાર તાલુકામાં વીરડી અને વેળાવદર ગામે કોઝ-વે ઓવર ટોપીંગ થવાના કારણે ગારીયાધાર-વીરડી-વેળાવદર-ભોરીંગડા ક્રોસા રોડને બંધ કરવામાં આવ્યો છે. તળાજા તાલુકામાં રાળગોનમાં પ્રગતિ હેઠળનાં સ્લેબ ડ્રેઇનનું ડાયવર્ઝન ધોવાઇ જવાના કારણે ઠાડચ-ઠળીયા-બગદાણા રોડને બંધ કરવામાં આવ્યો છે. ઘોઘા તાલુકામાં કોઝ વે ઓવર ટોપીંગ થવાના કારણે વાળુંકડ-ભીકડા-ભંડાર રોડને બંધ કરવામાં આવ્યો છે.
તે ઉપરાંત સિહોર તાલુકામાં વરલ બ્રિજ ઓવર ટોપીંગ થવાના કારણે સિહોર ટાણા વરલ દિહોર રોડ બંધ કરવામાં આવ્યો છે. ભુતિયા ગામ કોઝ વે ઓવર ટોપીંગ થવાના કારણે ભૂતિયા પીપરડી પાડાપાણ સરવેડી રોડ બંધ કરવામાં આવ્યો છે. હડમતિયા બ્રિજ ઓવર ટોપીંગ થવાના કારણે રંઘોળા ઢોંડા હડમતિયા રોડ બંધ કરવામાં આવ્યો છે. પાલિતાણા તાલુકાના રંડોળા ગામ કોઝ વે ઓવર ટોપીંગ થવાના કારણે પાલીતાણા-વીરપુર-મઢડા-ખારી-કનડા રોડ બંધ કરવામાં આવ્યો છે.
આપણ વાંચો : ભાવનગરમાં વાઝડી, કરા અને વરસાદે સર્જી તારાજી, અનેક વૃક્ષો ધરાશાયી, વીજળી પડી