કળિયુગી કલંકઃ બહેનને બ્લેકમેલ કરી સગાં ભાઈએ જ કર્યો બે વાર બળાત્કાર | મુંબઈ સમાચાર
ભાવનગર

કળિયુગી કલંકઃ બહેનને બ્લેકમેલ કરી સગાં ભાઈએ જ કર્યો બે વાર બળાત્કાર

ભાવનગરઃ કોઈપણ બાળકી, યુવતી કે પુખ્ત વયની મહિલા સાથે બળાત્કાર કે છેડતી પ્રકારની અમાનુષી ઘટના ઘટે છે ત્યારે તેને આશા હોય છે કે તેનાં પરિવારજનો, પિતા-ભાઈ કે મિત્રો તેની મદદએ આવશે, પરંતુ ગુજરાતના ભાવનગરમાં બનેલી ઘટનાએ સંબંધો પર એવું કલંક લગાડ્યું છે કે ભલે આવી ઘટના ક્યારેક જ બનતી હોય, છતાં મનને વિચલિત કરી નાખે છે.

ભાવનગરના તળાજા પાસેની છે. અહીં એક 22 વર્ષીય યુવતી પોતાના માતા-પિતા અને ભાઈ-ભાઈ સાથે રહેતી હતી. યુવતીને એક યુવક સાથે પ્રેમસંબંધ હતો અને તેની જાણ ભાઈને થઈ ગઈ હતી. ભાઈએ બહેનને આ વાતે બ્લેકમેઈલ કરી ચાકુ બતાવી તેનાં પર બે વાર બળાત્કાર ગુર્જાયો હતો. પહેલીવાર ભાભી પોતાના પિયરે ગઈ હોવાથી મોકાનો ફાયદો ઉઠાવી ભાઈએ આ દુષ્કૃત્ય કર્યું જ્યારે બીજી વાર ઘમાં કોઈ ન હતું ત્યારે ભાઈએ બહેનનો ફાયદો ઉઠાવ્યો. સ્તબ્ધ અને ત્રસ્ત થઈ ગયેલી યુવતીએ બીજીવાર થયેલો આ દુરાચાર સહન ન થતા અભયમ હેલ્પલાઈન નંબર પર ફોન કરી મદદ માગી ત્યારે આ શરમજનક ઘટના બહાર આવી હતી.

પોલીસે 29 વર્ષીય ડ્રાઈવર ભાઈને ધરપકડ કરી, તેના અને બહેનના ડીએનએ ટેસ્ટ કરાવ્યા હતા અને બન્નેના નિવેદનો લઈ ભાઈ પર વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આ ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં લોકોને આંચકો લાગ્યો છે.
થોડા દિવોસ પહેલા જ આપણે રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો, ત્યારે ભાઈ બહેનના પ્રેમ અને બહેનની રક્ષાનું વચન આપતી સાંસ્કૃતિક પરંપરાના દેશમાં આવી ઘૃણાસ્પદ ઘટના સૌને અવાક બનાવી ગઈ છે.

આ પણ વાંચો…પંદર વર્ષની સગીરા પર ગુજાર્યો સામૂહિક બળાત્કાર: પાંચ વિરુદ્ધ ગુનો

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button