ગુજરાત મહિલાઓ માટે કેટલું સુરક્ષિત? દુષ્કર્મ બાદ હેવાનોએ પ્રાઈવેટ પાર્ટમાં મરચું ભર્યું…

ગુજરાતમાં ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહીં છે, એવું આંકડા કહી રહ્યાં છે. ખાસ તો દુષ્કર્મની ઘટનાઓ વધી છે. છેલ્લા 4 મહિનામાં 5 થી 6 દુષ્કર્મની ઘટનાઓ સુરત, વડોદરા, બનાસકાંઠા અને ભરૂચમાં બની છે. જો કે, સામે પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી અને આરોપીઓની ધરપકડ કરને સજા અપાવી છે. પરંતુ ફરી ભાવનગરમાં એક સામૂહિક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે.
Also read : Morbi ના માળીયામાં પોલીસ પર હુમલો કરનાર વ્યકિતના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવાયુ
પીડિતાએ ફરિયાદમાં પોલીસને સમગ્ર ઘટના જણાવી
ભાવનગરમાં એક મહિલાનું પહેલા અપહરણ કરવામાં આવ્યું અને પછી તેની સાથે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું. એટલું જ નહીં પરંતુ હેવાનોએ દુષ્કર્મ કર્યા બાદ મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં મરચું પણ ભરીને ક્રુરતાની હદ વટાવી દીધી છે. ભાવનગર પોલીસે અત્યારે આ મામલે ફરિયાદ નોંધીને આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે. પીડિતાએ ફરિયાદમાં પોલીસને સમગ્ર ઘટના જણાવી હતી. તને તારા માતા-પિતા બોલાવે છે તેમ કહીને આરોપીઓે મહિલાને કારમાં બેસાડીને લઈને ગયા અને બેભાન કરી અપહરણ કર્યું હતું. ત્યાર બાદ દૂર લઈ જઈને તેની સાથે ત્રણ હેવાનોએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું.
મહિલાને પહેલેથી જ એક યુવક સાથે પ્રેમ હતો: પોલીસ
દુષ્કર્મ ગુજાર્યાં બાદ મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં મરચું ભર્યું હતું. આરોપીઓએ પીડિતાને કહ્યું હતું કે તે મારી બહેનની જિંદગી બરબાદ કરી નાખી છે એટલે હવે તારી પણ જિંદગી બરબાદ કરી નાખીશું. ત્યારબાદ માર માર્યો અને દુષ્કર્મ ગુજાર્યું હોવાનું મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેથી પોલીસે પણ તપાસ હાથ ધરી દીધી છે. આ સાથે અત્યારે મહિલાને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવી છે. આ કેસમાં પોલીસનું કહેવું છે કે, મહિલાને પહેલેથી જ એક યુવક સાથે પ્રેમ હતો. એટલું જ નહીં પરંતુ યુવકની પત્નીએ આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.
Also read : ધુલિયાથી સુરતમાં દારુની હેરાફેરીઃ દસ લાખના મુદ્દામાલ સાથે ત્રણ જણ પકડાયાં
પ્રેમીની પત્નીના ભાઈઓએ દુષ્ક્રમ કર્યું હોવાનો આરોપ
આ મામલે પીડિત મહિલાનું કહેવું છે કે, તે યુવકની પત્નીના ત્રણ ભાઈઓએ તેની સાથે સામૂહિક દુષ્કર્મ કર્યું છે. પોલીસે તપાસ હાથ ધરી દીધી છે. જો કે, હજી પણ આરોપીઓ ફરાર છે. પીડિયાએ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં જઈને મનસુખ મકવાણા, મુકેશ મકવાણા, પિન્ટુ મકવાણા અને એક અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બીએનએસ એક્ટ 64(1), 64(2), (એલ), 137(2), 127(2), 115(2), 352, 351(3), તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી શખસોને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે.