ભાવનગરમાં અદભુત દ્રશ્ય: એકસાથે 17 સિંહનું ઝુંડ લટાર મારતું કેમેરામાં કેદ...

ભાવનગરમાં અદભુત દ્રશ્ય: એકસાથે 17 સિંહનું ઝુંડ લટાર મારતું કેમેરામાં કેદ…

ભાવનગર: હાલ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે જંગલોના વનરાઈ સોળે કળાએ ખીલી ઉઠી છે. વળી આ દરમિયાન જ વન્યપ્રાણીઓના સંવનનકાળને કારણે અભ્યારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં વેકેશન છે, પરંતુ આ સમય દરમિયાન જંગલના રાજા પરિવાર સહિત આંટો મારવા નીકળ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.

મળતી વિગતો અનુસાર આ વીડિયો ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના શેવડીવદર ગામનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. વીડિયોના દ્રશ્યોમાં એકસાથે માત્ર ચાર પાંચ નહિ પણ એકસાથે ૧૭ જેટલા સાવજોનું ઝુંડ જોવા મળ્યું હતું. આ સિંહ પરિવાર મધરાતના સમયે રસ્તો ક્રોસ કરતું જોવા મળ્યું હતું. આમ તો રાત્રિના સમયે સૂમસામ રોડ પર સાવજોના આગમન થયું ત્યારે રસ્તા પરથી પસાર થતા કોઈ વાહનચાલકે આ વીડિયો કેપ્ચર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ ભાવનગર જિલ્લાના પાલિતાણામાં એક સાથે 19 સિંહ મળ્યા જોવા મળ્યા હતા. ભાવનગર જિલ્લાના ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ સાદિક મુંજાવર પાલિતાણા વન્યક્ષેત્રમાં પેટ્રોલિંગમાં ગયા હતા તે દરમિયાન તેમણે આ સિંહના ઝુંડને નિહાળ્યું હતું અને તેમનો ફોટો ક્લિક કર્યો હતો. તે ઉપરાંત, વર્ષ ૨૦૨૨માં પણ આવો જ એક ફોટો ફોટોગ્રાફરે કેમેરામાં કેદ કર્યો હતો

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button