ભાવનગર

સરકારી નોકરી પરત અપાવવાના નામે 2 લાખની લાંચ માંગનારા 3 આરોપીઓ ACBના સકંજામાં…

સિહોર: સરકારી વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર એક દૂષણની જેમ વ્યાપી ગયો છે, આ ક્રમમાં લાંચ લેતા અનેક સરકારી અધિકારીઓ રંગે હાથે ઝડપાયા ચૂક્યા છે. ત્યારે વધુ એક કિસ્સો ભાવનગર જિલ્લાના સિહોરથી સામે આવ્યો છે, જેમાં ક્લસ્ટર કો-ઓર્ડિનેટરને નોકરી પર પાછા લેવા માટે ₹2 લાખની લાંચ માંગવામાં આવી હતી. જેમાં ACBએ 3 આરોપીઓને રંગેહાથ ઝડપી પાડયા હતા.

મળતી વિગતો અનુસાર કલસ્ટર કો.ઓડીનેટરની નોકરીમાં ફરીથી પાછા લેવા તથા તેઓનો બાકી પગાર આપવા તથા પોલીસ ફરીયાદ નહી કરવા આરોપી સિહોર તાલુકા પંચાયતમાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા દશરથસિંહ પાંચાભાઇ ચૌહાણએ ફરીયાદીઓ પાસે રૂપિયા ૨,૦૦,૦૦૦/-ની લાંચની માંગ કરી હતી. પરંતુ ફરિયાદી લાંચ પૈસા આપવા માંગતા ન હોય તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો.

ફરીયાદના આધારે એસીબીએ લાંચના છટકાનુ આયોજન કર્યું હતું અને આ છટકા દરમ્યાન આરોપી દશરથસિંહ પાંચાભાઇ ચૌહાણએ ફરીયાદી ના મિત્ર સાથે હેતુલક્ષી વાતચિત કરી લાંચના નાણા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રૂતુરાજસિંહ ધીરૂભાઇ પરમાર, જીગરભાઈ જંયતિભાઈ ઠક્કર તથા વિરેન્દ્રસિંહ પ્રહલાદસિંહ ગોહેલ મારફતે આપવા જણાવતા છટકા દરમ્યાન લાંચના નાણા આરોપી રૂતુરાજસિંહ પરમાર અને જીગરભાઈ ઠક્કરે સ્વિકારી સ્થળ ઉપર પકડાઇ ગયા હતા.

એસીબીએ આરોપી રૂતુરાજસિંહ ધીરૂભાઇ પરમાર, જીગરભાઈ જંયતિભાઈ ઠક્કરને ઝડપી પાડયા હતા, જ્યારે આરોપી દશરથસિંહ પાંચાભાઇ ચૌહાણ, તથા વિરેન્દ્રસિંહ પ્રહલાદસિંહ ગોહેલને ઝડપવા વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ 2 લાખ રૂપીયાની લાંચ માંગી હતી, જ્યારે 1.50 લાખ રૂપિયાની લાંચ સ્વીકારી હતી.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button