ભાવનગર

ભાવનગરમાં ભારે વરસાદથી ધોવાઈ ગયેલા 18 માર્ગોને 48 કલાકમાં પૂર્વવત કરાયા…

ભાવનગર: છેલ્લા કેટલાક દિવસોથી ભાવનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે નદી-નાળાઓ પરના કોઝ-વે તથા અન્ય માર્ગો પર પાણીના ભારે પ્રવાહને કારણે અનેક રાજય હસ્તકના માર્ગો પર ઓવરટોપિંગ થયું હતું. ભારે વરસાદથી ૨૦ થી વધુ રસ્તા પર પાણી ફરી વળતા અમુક રસ્તાના ભાગો તથા સાઈડો ધોવાઈ જતા પરિવહનને અસર થઇ હતી. નદી-નાળા પરના બ્રિજ અને કોઝવે સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા હતા.

ભારે વરસાદની સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઇ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી. ૨૪x૭ કામગીરી કરીને યુદ્ધના ધોરણે મરામત અને પુનઃ કાર્યરત કરવામાં આવ્યા હતા. માત્ર ૨ દિવસની અંદર ૧૮ માર્ગો પૂર્વવત બનાવી દેવામાં આવ્યા હતા.

આ અંગે માર્ગ મકાન વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર દિલીપ ભાઈ મેરએ જણાવ્યું હતું કે ખાસ કરીને વલ્લભીપુર, ઉમરાળા, પાલીતાણા, તળાજા, ગારીયાધાર અને સિહોરના માર્ગો પર વધુ અસર જોવા મળી હતી. જેમાં ટૂંકા ગાળામાં અસરગ્રસ્ત માર્ગો પુનઃ કાર્યરત થયા છે. ટીમો હજુ પણ સતત માર્ગોની સ્થિતિ પર મોનીટરીંગ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button