ભાવનગરમાં 26 સ્થળો નો-ડ્રોન ઝોન જાહેર કરાયા, પોલીસની મંજૂરી વિના ડ્રોન ઉડાવ્યા તો…

ભાવનગરઃ ભાવનગર શહેર અને જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા બાબતે પોલીસની પરવાનગી લેવી જરૂરી બની ગઈ છે. સરકારી બિલ્ડીંગો ડ્રોન ઉડાડતા સમયે કેમેરામાં કેદ ન થાય તેની કાળજી રાખવી પડશે. પ્રતિબંધિત વિસ્તારોમાં ડ્રોન ઉડાવતા પહેલા પોલીસની પરવાનગી લેવી ફરજિયાત બની છે. તે પોલીસની પરવાનગી લેવામાં નહીં આવે તો કાર્યવાહી પણ કરવામાં આવશે.
જાહેરમાં ડ્રોન ઉડાડવા બાબતે ખાસ કાળજી નહીં તો…
ભાવનગર શહેર અને જિલ્લામાં પોલીસ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા જાહેરમાં ડ્રોન ઉડાડવા બાબતે ખાસ કાળજી રાખવામાં આવે અને રેડ યલો ઝોનમાં મુકેલા વિવિધ સરકારી બિલ્ડીંગ ઉપર ડ્રોન ઉડાડવામાં આવે નહીં તે માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં શહેર અને જિલ્લામાં મળીને કુલ 26 જેટલા સ્થળો માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર કાર્યવાહી થઈ શકે છે.
સરકારી બિલ્ડીંગની સુરક્ષાને પગલે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું
ભાવનગર જિલ્લા પોલીસ વડા ડૉ. હર્ષદ પટેલ દ્વારા સરકારી બિલ્ડીંગની સુરક્ષાને પગલે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ જાહેરનામું ગૃહ મંત્રાલયના આદેશ મુજબ શહેર જિલ્લામાં આવેલા સરકારી બિલ્ડીંગોની સુરક્ષાને પગલે બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં અમુક વિસ્તારોને રેડ અને યલો ઝોન જાહેર કરાયા છે. દેશ વિરોધી સંગઠન, આતંકવાદીઓ અને ભાંગફોડીયા તત્વો ગેરલાભ ન લે અને સુરક્ષા જળવાય તે હેતુસર 26 સ્થળો પર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
ભાવનગર શહેર અને જિલ્લાના ક્યાં સ્થળો જાહેરનામામાં સામેલ છે?
નો-ડ્રોન ઝોન જાહેર થયેલા વિસ્તારોમાં ન્યુ ફિલ્ટર – વિદ્યાનગર, જૂનું ફિલ્ટર – નિલમબાગ,મોબાઈલ ટેલિફોન એક્સચેન્જ-પાનવાડી, રેલવે સ્ટેશન અને વર્કશોપ-અલકા, સ્ટેશન રોડ, ટેલિફોન એક્સચેન્જ-પાનવાડી, ટેલિફોન એક્સચેન્જ-પાનવાડી, સબ સ્ટેશન જેટકો-ન્યુ ચાવડીગેટ, પોલીસ ચોકી, ભાવનગર એરપોર્ટ-સુભાષનગર, ટીવી કેન્દ્ર – ઘોઘા સર્કલ, સ્ટીલ જેટી નવી જૂની-નવાબંદર, ફૂડ ગોડાઉન – નવા બંદર રોડ આઈઓસી ડેપો-જુના બંદર, હેડ પોસ્ટ ઓફીસ- હાઈકોર્ટ રોડ, ટ્રાન્સમિશન સ્ટેશન-ન્યુ ચાવડીગેટ, પોલીસ ચોકી, સેન્ટ્રલ સોલ્ટ (સીએસએમસીઆરઆઈ)-વાઘાવાડી રોડ એલપીજી પ્લાન્ટ – તગડી, સબ સ્ટેશન જેટકો – વરતેજ, રાજકોટ રોડ, ઘોઘા બંદર – ઘોઘા ગામ, શિપ બ્રેકિંગ યાર્ડ – અલંગ, ટેલિફોન એક્સચેન્જ – તળાજા, સબ સ્ટેશન જેટકો – તળાજા, સબ સ્ટેશન જેટકો – નેસવડ, મહુવા, મહુવા બંદર – મહુવા, ટેલિફોન એક્સચેન્જ – પાલીતાણા, ગારીયાધાર રોડ, સબ સ્ટેશન જેટકો – પાલીતાણા, હવા મહેલ રોડ શેત્રુંજી ડેમ – તળાજા પાલીતાણા રોડ (ડેમ સાઇટ)નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : મેમો નહિ ભરો તો લાઇસન્સ થશે રદ્દ; સરકાર કરી રહી છે નવા નિયમોની તૈયારી