ભાવનગર સિવિલના રેસિડેન્ટ ડૉકટરે આત્મહત્યાનો પ્રયાસ કરતાં ચકચાર | મુંબઈ સમાચાર
ભાવનગર

ભાવનગર સિવિલના રેસિડેન્ટ ડૉકટરે આત્મહત્યાનો પ્રયાસ કરતાં ચકચાર

ભાવનગરઃ શહેરની સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરે પાલિતાણાની એક હોટલમાં ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ હતી. તબીબને સ્ટુડન્ટને ગંભીર હાલતમાં ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ, તેની પાસેથી માતા-પિતાને સંબોધીને લખેલી ચિઠ્ઠી મળી આવી હતી. ઘટના અંગે મહારાષ્ટ્રમાં રહેતા તેના માતા-પિતાને જાણ કરી દેવામાં આવી હતી.

આપણ વાંચો: પ્રેમિકાની હત્યા પછી આત્મહત્યાનો પ્રયાસ: પ્રેમીનો નિર્દોષ છુટકારો…

કેવી રીતે પડી ખબર

બનાવની વિગત મુજબ, ભાવનગર સરકારી મેડીકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી મંગળવારે ઓપીડી પૂર્ણ કરી નીકળ્યો હતો.

પાલિતાણાની હોટલમાં રોકાયેલા તબીબી સ્ટુડન્ટનો હોટલમાંથી ચેકઆઉટનો સમય થતા હોટલ સ્ટાફ રૂમમાં ગયો ત્યારે સ્ટુડન્ટના મોઢામાં ફીણ નીકળતા હોવાનું માલૂમ પડતા 108 બોલાવી તેને તાત્કાલીક ભાવનગર સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આપણ વાંચો: અમદાવાદ સ્ટેશન પર RPF ના જવાને આત્મહત્યાનો પ્રયાસ કરનારા માનસિક બીમાર વ્યક્તિનો જીવ બચાવ્યો…

મમ્મી-પપ્પાને સંબોધીને લખેલી મળી ચિઠ્ઠી

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તેની સ્થિતિ ગંભીર છે અને તેની પાસેથી એક ચિઠ્ઠી મળી હતી. જેમાં તેણે લખ્યું, મમ્મી-પપ્પા હું તમને ખૂબ પ્રેમ કરું છું. તમે મને ડૉક્ટર બનાવવા ખૂબ મહેનત કરી. તમે મારી સાથે છો હું તમારી સાથે છું. આઈ લવ યુ મમ્મી-પપ્પા. રેસિડેન્ટ ડોક્ટરે આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button