ભાવનગર

ભાવનગરથી ચાલતા સાયબર ફ્રોડમાં 719 કરોડ દુબઈ-ચીન મોકલાયા

ભાવનગર: સાયબર ક્રાઇમ અને ફ્રોડ એ આજના સમયે એક મોટી સમસ્યા બનીને ઊભું છે, ત્યારે ભાવનગરમાંથી એક મોટા સાયબર ફ્રોડનો ખુલાસો થયો છે, જેની ચોમેર ચર્ચા થઈ રહી છે. ભાવનગરની ઇન્ડસ ઇન્ડ બેન્કના કર્મચારીઓએ મળીને 110 જેટલા બેન્ક એકાઉન્ટ ખોલાવ્યાં હતા અને 100 કરોડ જેટલી રકમ દુબઈ-ચીન મોકલી હોવાનો ખુલાસો થયો છે. ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ દ્વારા 719 કરોડથી વધુના સાયબર ફ્રોડના કેસમાં ઇન્ડસ ઇન્ડ બેન્કના 2 કર્મચારીઓ સહિત 10 આરોપીઓની ધરપકડ કરી હતી.

મળતી વિગતો અનુસાર, ભાવનગરમાંથી 719 કરોડના મહા સાયબર ફ્રોડને સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ દ્વારા ખુલ્લુ પાડવામાં આવ્યું હતું. સાયબર ફ્રોડના કેસમાં 719 કરોડ દુબઈ અને ચીન મોકલવાના કેસમાં 2 બેન્ક કર્મચારી અબુબકર શેખ અને પાર્થ ઉપાધ્યાય સહિત 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

સાયબર ફ્રોડ આચરવા માટે ઇન્ડસ ઇન્ડ બેન્કના 2 કર્મચારીઓએ મળીને છેલ્લા 4 મહિનાના ગાળામાં જ તેમની બ્રાન્ચમાં 110 જેટલા ખાતા ખોલાવ્યાં હતા અને તે પૈકીના 109 ખાતામાંથી 100 કરોડના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. આ ફ્રોડના મુખ્ય આરોપી એવા દિવ્યરાજસિંહ ઝાલા દુબઈની ચાઇનીઝ ગેંગ માટે મ્યુલ એકાઉન્ટ ખોલાવતો હતો. બાદમાં તે એકાઉન્ટ મારફતે ચેક, એટીએમ દ્વારા પૈસા ઉપાડીને આંગડિયા તેમજ હવાલા મારફતે અન્ય આરોપીઓ સુધી પહોંચાડતો હતો.

આ ફ્રોડમાં સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ દ્વારા 10 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં અલ્પેશ મકવાણા અને મહેન્દ્ર મકવાણા મ્યુલ એકાઉન્ટ ખોલીને પૈસા ઉપાડતાં હતા. આરોપી અબુબકરબિન શેખ અને પાર્થ ઉપાધ્યાય ઇન્ડસઇન્ડ બેન્કનો કર્મચારી છે, આરોપી પ્રતિક વાઘાણી, વિપુલ ડાંગર, જયરાજસિંહ રાયજાદા, ગુરુપૂરબસિંગ ટાંક, દિવ્યરાજસિંહ ઝાલા અને તેજસ પંડયાની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો…ગેરકાયદે સિમ કાર્ડને બહાને થાણેના વેપારી સાથે 1.25 કરોડનું સાયબર ફ્રોડ

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button