ભાવનગરમાંથી વ્હેલની 12 કરોડ રુપિયાની અંબરગ્રીસ (ઊલટી) પકડાઈ, બે જણ ઝડપાયા
મહુવાઃ ભાવનગર જિલ્લાના દરિયાઈ વિસ્તારમાંથી વ્હેલની અંબરગ્રીસ (ઊલટી) સાથે આજે બે શખસ ઝડપાયા છે. મહુવા પોલીસે દરિયા કાંઠાના ભવાની માતા મંદિરના વિસ્તારમાંથી બે લોકોને ઝડપી લીધા હોવાના અહેવાલ છે.
આ પણ વાંચો: અરેરાટીઃ આખા ગામના પશુઓ સાથે ચરવા ગયા, પણ એક જ માલધારીના 41 ઘેટાં-બકરાંના મોત!
પ્રાથમિક વિગત મુજબ દરિયાઈ વિસ્તારમાંથી વ્હેલના અંબરગ્રીસનો કરોડો રુપિયાના મૂલ્યનો મસમોટો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. મહુવા ASP અંશુલ જૈનની ટીમે બાતમીના આધારે દરિયાઈ વિસ્તારમાં રેડ પાડી હતી. વ્હેલની ઊલટી અતિ મૂલ્યવાન ગણાય છે, જેની મોટાપાયે તસ્કરી થાય છે. વૈશ્વિક બજારમાં આની ખૂબ ડિમાન્ડ છે અને કરોડોના ભાવે વેચાતી હોય છે.
આ પણ વાંચો: ભાવનગરના મહુવાના યુવકે કંકોતરીમાં છપાવ્યો ‘બટોંગે તો કટોગે’નો નારો, વાયરલ થયું મેરેજ કાર્ડ…
આ કેસ અંગે ‘મુંબઈ સમાચાર’ની મહુવાના ASP અંશુલ જૈનની સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં જાણવા મળ્યા મુજબ સ્મપ વ્હેલની ઓમિટનો 12 કિલોગ્રામનો જથ્થો મળી આવ્યો છે, હાલના તબક્કે બે શખસને રાઉન્ડ અપ કરી તપાસ હાથ ધરાઇ છે. મળી આવેલ જથ્થાની ઇન્ટરનેશનલ માર્કેટ મુજબ કિંમત રૂ. 12 કરોડ જેવી થાય છે. પ્રાથમિક તપાસ બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.