પ્રતાપ દૂધાતે કાર્યકરોને શું કર્યો રણટંકાર? જાણો વિગત

અમરેલી, તા. 20
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત અમરેલી જીલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક પ્રતાપ દુધાત અને જેનીબેન ઠુમ્મરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં કાર્યકર્તાઓમાં જોમ જુસ્સો ભરવા અમરેલી જીલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતે હુંકાર કર્યો હતો ને લડશું તો જીતશું તેવો રણટંકાર કર્યો હતો.
આંખમાં આંખ મિલાવીને વાત કરીએ એ આપણી જીત
પ્રતાપ દુધાતે કહ્યું, પ્રજાની આંખમાં આંખ મિલાવીને વાત કરીએ એ આપણી જીત છે. સત્તા હોય કે નો હોય મહાભારતના યુગમાં યુધિષ્ઠિર અને કૃષ્ણ ભગવાનને ખબર હતી, સોગઠાની રમત રમાતી હતી, બધી હાર થતી હતી છતાં સત્ય માટે લડવાનું કામ ચાલુ રાખ્યું હતું. જ્યારે હાલની સ્થિતિમાં હિન્દુસ્તાનમાં કોંગ્રેસ એજ સ્થિતિમાં લડી રહી છે. એના અમે સૈનિક છીએ એનો અમને ગર્વ છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયત કે જીલ્લા પંચાયત લડવાનો પણ હુંકાર પ્રતાપ દુધાતે કર્યા બાદ હાથમાં બેનર પ્લે કાર્ડ સાથે ભાજપ વિરુદ્ધ સૂત્રોચાર કરતા કરતા કોંગી નેતાઓ રાજકમલ ચોકમાં પહોંચ્યા હતા. જ્યાં નેશનલ હોરેલ્ડ કેસમાં સોનીયા ગાંધી અને રાહુલ ગાંધીને નામદાર કોર્ટે દ્વારા ક્લીનચીટ મુદ્દે ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરાઈ હતી. તેમજ એસઆઈઆર મુદ્દે પણ અધિકારીઓની કામગીરીઓ સામ પ્રતાપ દુધાતે સવાલો ઉભા કર્યા હતા.
આ પણ વાંચો…પ્રતાપ દૂધાતની સરકારને ચીમકી: ખેડૂતોને છેતરવાનું બંધ કરો, 3 નવેમ્બરથી ધરણા પર બેસશે…



