અમરેલી

ધન્ય છે આ દાતાને! સાવરકુંડલાના 95 વર્ષીય દાદાના મૃત્યુ બાદ ‘શોક નહીં, ઉત્સવ’ સાથે અંતિમ યાત્રા નીકળી, કરોડોનું દાન આપી ગયા…

અમરેલીઃ જિલ્લાના સાવરકુંડલામાં એક આશ્ચર્યજનક ઘટના બની હતી. 95 વર્ષીય વિઠલભાઈ કથીરીયાનું અવસાન થયું હતું. તેમને કોઈ સંતાન ન હોવાથી, તેમણે મૃત્યુ પહેલાં જ પોતાની જમીન-મિલકત અને રૂપિયા વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને દાનમાં આપી દીધા હતા.

શું હતી મૃતકની અંતિમ ઈચ્છા

તેમની અંતિમ ઈચ્છા હતી કે, તેમના મૃત્યુ બાદ કોઈ શોક ન રાખે, પરંતુ તેમની સ્મશાન યાત્રા ધૂન-નગારા અને ઢોલ સાથે વાજતે-ગાજતે કાઢવામાં આવે. તેમની આ ઈચ્છાને માન આપીને સ્થાનિક લોકો અને સગા-સંબંધીઓએ મોટી સંખ્યામાં જોડાઈને આનંદપૂર્વક તેમની અંતિમ વિધિ કરી હતી.

સ્થાનિકોએ જણાવ્યું કે, વિઠલબાપાને સંતાન ન હોવાથી તેઓ જીવનભર દાન કરતા રહ્યા હતા અને તેમની અંતિમ ઈચ્છા મુજબ વિદાય આપવામાં આવી હતી. વિઠલભાઈ કથીરીયાએ પોતાની મોટાભાગની સંપત્તિ લોકોપયોગી સેવા માટે આપી દીધી હતી.

સંસ્થાનું નામ દાનની રકમ (રૂપિયામાં)
ટીબી હોસ્પિટલ 51 લાખ
રામજી મંદિર (જીર્ણોદ્ધાર)21 લાખ
પટેલ સમાજ વાડી11 લાખ
લલ્લુબાપા આરોગ્ય મંદિર હોસ્પિટલ11 લાખ
શિવાલય મંદિર5 લાખ
લિખાળા માતાજીનું મંદિર5 લાખ
સ્વામિનારાયણ મંદિર (પુરુષ)1 લાખ
સ્વામિનારાયણ મંદિર (મહિલા)1 લાખ

અનેક અન્ય સંસ્થાઓ (નોંધપાત્ર રકમ)

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button