સાવરકુંડલામાં શિક્ષકે વિદ્યાર્થીને મોબાઈલ ચાર્જર લેવા રૂમમાં મોકલ્યો ને પછી આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

અમરેલીઃ જિલ્લામાં શિક્ષણ જગતને કલંકિત કરનારી ઘટના સાવરકુંડલા તાલુકાના વંડા ગામે બની હતી. વંડા ગામે આવેલી જી.એમ. બીલખીયા સ્કૂલમાં શિક્ષકે બળજબરી પૂર્વક વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી વિદ્યાર્થીને ધમકી આપી હતી. આ અંગે આખરે વિદ્યાર્થીના વાલીને જાણ થતા નરાધમ શિક્ષક સામે વંડા પોલીસમા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઘ
મળતી માહિતી મુજબ મૂળ ભાવનગર પંથકનો અને હાલ સાવરકુંડલાના વંડા ગામે આવેલી જી.એમ. બીલખીયા સ્કૂલની હોસ્ટેલમાં રહી ધો. 8માં અભ્યાસ કરતા 12 વર્ષના વિદ્યાર્થી ઉપર શાળાના જ શિક્ષકે બળજબરી પૂર્વક વારંવાર સુષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ અંગે વિદ્યાર્થીએ પરિવારને વાત કરતા પરિવાર શાળાએ પહોંચ્યો હતો અને હોબાળો મચાવ્યા બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે વિદ્યાર્થીના પિતાની ફરિયાદ પરથી જી.એમ.બીલખીયા સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા અને હોસ્ટેલમાં જ રહેતા શિક્ષકની સામે કાર્યવાહી કરી હતી.
Also read: સાવરકુંડલાની શેરીઓમાં સિહ ફરતો જોવા મળ્યો, વિસ્તારમાં ગભરાટ, વીડિયો વાયરલ
ચાર્જર લેવાના બહાને રૂમમાં મોકલ્યો ને પછી…
પોલીસની પ્રાથમિક તપાસમાં 11મી તારીખે સાંજે તરુણ વિદ્યાર્થી જમીને રૂમમાં હોમવર્ક કરતો હતો ત્યારે શિક્ષક વિશાલ સાવલિયા (ઉ.વ.28) ત્યાં આવ્યો હતો અને પોતાના રૂમમાંથી ચાર્જર લાવવા માટે કહ્યું હતું. વિદ્યાર્થી શિક્ષકના રૂમમાં ચાર્જર લેવા માટે ગયો ત્યાં શિક્ષક વિશાલે પાછળથી આવી રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો અને વિદ્યાર્થીને કપડાં કાઢવાનું કહ્યું હતું,. તેણે કપડાં કાઢવાની ના પાડતા શિક્ષક વિશાલે ઝાપટ મારી બળજબરી પૂર્વક કપડાં ઉતરાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. પોલીસની વધુ તપાસમાં શિક્ષકે અગાઉ પણ વારંવાર પાંચેક વખત પણ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે વિદ્યાર્થીના પિતાની ફરિયાદ પરથી શિક્ષક વિશાલ સાવલિયા સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.