અમરેલીમાં શિક્ષકે 2 વિદ્યાર્થિનીને ઓફિસમાં બોલાવી દુષ્કર્મ આચર્યું

Amreli Crime News: અમરેલીમાં શિક્ષણને લાંછન લગાડતી વધુ એક ઘટના સામે આવી છે. શિક્ષકે 2 વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું હતું. છેલ્લા એક અઠવાડિયાથી આ હેવાન શિક્ષક અવાર નવાર વિદ્યાર્થિનીઓને પોતાની ઓફિસમાં બોલાવી દુષ્કર્મ આચરતો હોવાની વાત સામે આવી છે. ફરિયાદ નોંધાતા અમરેલી પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલીની ભારતનગર પ્રાથમિક શાળાના શિક્ષક મહેન્દ્ર પટેલ વિદ્યાર્થિનીઓને પોતાની ઓફિસમાં બોલાવી દુષ્કર્મ આચારતો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. પ્રાથમિક શાળામાં ધોરણ 4ની 2 વિદ્યાર્થિનીઓને સાથે ગંદી હરકતો કરતાં રંગેહાથ ઝડપાયો હતો. ફરિયાદ બાદ અમરેલી પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં પણ અમરેલી પંથકમાં આવો કિસ્સો સામે આવ્યો હતો. અમરેલી-સાવરકુંડલા તાલુકાના વંડા વિસ્તારની એક ખાનગી શાળા શિક્ષકે શિક્ષણ જગતને શર્મશાર કરતી હરકત કરી હતી. અમરેલીના સાવરકુંડલા તાલુકામાં આવેલા વંડા પોલીસ સ્ટેશનમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. વંડા વિસ્તારમાં આવેલી ખાનગી શાળાની હોસ્ટેલમાં વિશાલ સાવલિયા નામનો શિક્ષક ગૃહપતિ તરીકે કામ કરતો હતો. આ શિક્ષક રમતગમત અને જનરલ વિભાગ સંભાળતો હતો.
આ પણ વાંચો…મોરબીના ઢુવા ગામની નદીમાં ડૂબી જવાથી સાળી-બનેવીનાં મોત
વિશાલ સાવલિયા હોસ્ટેલની સામેના રૂમમાં રહેતો હતો અને વિદ્યાર્થીને તેના રૂમમાં બોલાવી કૃત્ય આચરતો હતો. આ ઘટના 5 તારીખ બની હતી ત્યારબાદ વિદ્યાર્થીને પાછળના ભાગે દુખાવો પણ થયો હતો. ત્યારબાદ પરિવાર નાસ્તો આપવા હોસ્ટેલ આવતા વિદ્યાર્થીને તાવ આવતો હોવાથી પરિવાર ઘરે લઈ જઇ રહ્યા હતા, તે સમયે વિદ્યાર્થીએ પરિવારને વાત સમગ્ર ઘટના વિશે જાણ કરતાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.