અમરેલી
અમરેલીમાં સ્કૂલના ગેટ પર તાળું મારીને શિક્ષકો જતા રહેતા 4 વિદ્યાર્થીઓ પુરાયા…

અમરેલીઃ ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં શનિવારથી નવી શિક્ષણ નીતિ હેઠળ બેગલેસ ડે શરૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન અમરેલી જિલ્લાની ખાંભા પે.સેન્ટર કુમાર શાળામાં શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવી હતી. શિક્ષકો શાળાના ગેટ પર તાળા મારી જતા રહેતા ચાર વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડમાં એક કલાક સુધી ફસાયા હતા.
મળતી માહિતી અનુસાર,ખાંભા પે.સેન્ટર કુમાર શાળાના શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવી હતી. શિક્ષકોએ શાળાના ગેટ પર તાળા મારી જતા રહેતા ચાર વિદ્યાર્થીઓ ફસાયા હતા. આ બાળકો શાળામાંથી શનિવાર હોવાથી 11 વાગે છૂટવા છતાં ઘરે ન આવતા વાલીઓ શાળાએ પહોંચ્યા હતા. ત્યાં જઈને જોયું તો વિદ્યાર્થીઓ એક કલાકથી વધારે સમયથી ભૂખ્યા-તરસ્યા શાળાના ગ્રાઉન્ડમાં હતા. જો કે, વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરાતા શાળાના તાળા ખોલીને વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા.