સાવરકુંડલા-મહુવા રોડ પર ઓવરબ્રિજનું કામ શરૂ: વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર | મુંબઈ સમાચાર
અમરેલી

સાવરકુંડલા-મહુવા રોડ પર ઓવરબ્રિજનું કામ શરૂ: વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર

અમરેલીઃ જિલ્લાના સાવરકુંડલા શહેરમાં આવેલા સાવરકુંડલા-મહુવા રોડ પરના રેલવે ફાટક નં. 67/બી પર ઓવરબ્રિજબનાવવાની કામગીરી શરૂ થઈ હતી. આ કામગીરી ‘રેલવે ફાટક મુક્ત ગુજરાત અભિયાન’ હેઠળ ચાલી રહી છે. કામગીરી પ્રગતિમાં હોવાથી વાહનચાલકોની સુવિધા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે અમરેલીના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વૈકલ્પિક રૂટનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ નિયંત્રણો તા. 23-11-2025 સુધી અમલમાં રહેશે.

વાહનોના પ્રકાર મુજબ અલગ-અલગ ત્રણ વૈકલ્પિક રૂટ નક્કી કરવામાં આવ્યા હતા. વૈકલ્પિક રૂટ-૧ મુજબ અમરેલી હાઈવે તરફથી વાયા સાવરકુંડલા શહેર થઈ મહુવા-રાજુલા તરફ જતા-આવતા તથા મહુવા-રાજુલા તરફથી વાયા સાવરકુંડલા શહેર થઈ અમરેલી તરફ જતા-આવતા ભારે તથા મોટા વાહનોએ સાવરકુંડલા બાયપાસ રોડ ઉપરથી પસાર થવાનું રહેશે.

આ પણ વાંચો : દાયકાઓની પ્રતિક્ષા બાદ હવે અલકાપુરી ગરનાળા પર બનશે રેલવે ઓવરબ્રિજ…

વૈકલ્પિક રૂટ-૨ અનુસાર સાવરકુંડલા શહેરમાંથી મહુવા-રાજુલા તરફ જતા-આવતા તથા મહુવા-રાજુલા તરફથી સાવરકુંડલા શહેરમાં જતા-આવતા દ્વિચક્રી અને થ્રીચક્રી વાહનોએ સૂચિત બ્રીજ (રેલવે ફાટક)ની બંને સાઈડના સર્વિસ રોડ ઉપરથી પસાર થવાનું રહેશે. જ્યારે વૈકલ્પિક રૂટ-૩ મુજબ સાવરકુંડલા શહરેમાંથી મહુવા-રાજુલા તરફ આવતા-જતા નાના તથા મધ્યમ વાહનોએ માર્કેટીંગ યાર્ડ પાસેના રેલવે અંડરપાસ માંથી પસાર થવાનું રહેશે. આ જાહેરનામું તા.૨૩-૧૧-૨૦૨૫ સુધી અમલી રહેશે. કામગીરી દરમિયાન અસુવિધા ટાળવા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે સૂચના મુજબના વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા તંત્ર દ્વારા વાહનચાલકોને અપીલ કરવામાં આવી હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button