અમરેલીના સલડી ગામમાં હુમલાની ઘટનામાં નશો કરી ઘટનાસ્થળ પર પહોંચનાર પોલીસકર્મી સસ્પેન્ડ

અમરેલી: જિલ્લાના લીલીયા તાલુકાના સલડી ગામે જૂની ગ્રામ પંચાયતની ચૂંટણીની દાઝ રાખીને ૧૫ જેટલા શખસના ટોળાએ જીવલેણ હથિયારો સાથે આવી એક જ પરિવારના પાંચ સભ્યો પર હુમલો કર્યો હતો. આ હુમલાની ઘટનામાં એક પોલીસ કર્મી નશાન હાલતમાં પહોંચ્યો હોવાના અહેવાલો બાદ તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
મળતી વિગતો અનુસાર જૂની ગ્રામ પંચાયતની ચૂંટણીની દાઝ રાખીને દિવાળીની રાતે ૧૫ થી વધુ લોકોએ સાથે મળીને એક જ પરિવારના પાંચ જેટલા લોકો પર લાકડી, પાઇપ અને ધોકા જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો.
આપણ વાંચો: કૌભાંડી CA પર ગાળિયો: અમદાવાદના 15 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વિરુદ્ધ કાર્યવાહી
આ દરમિયાન સિદ્ધરાજસિંહ જાડેજા નામનો પોલીસ કર્મી નશાની હાલતમાં સલડી ગામ પહોંચ્યો હતો, પોલીસકર્મી નશામાં હોવાની જાણ થતાં ગામલોકોએ તેનો વિરોધ કર્યો હતો અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
ત્યારબાદ અમરેલી જિલ્લા પોલીસ વડાએ પોલીસકર્મી સિદ્ધરાજસિંહ જાડેજા ઘટના સ્થળેથી ભાગી જવાની અને નશાની હાલતમાં ફરજ પર હોવાની ગંભીર બેદરકારી બદલ તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો હતો.