અમરેલીમાં પાયલ ગોટીને લઈ જતી વખતે પરેશ ધાનાણીએ પોલીસને અટકાવી, પૂર્વ સાંસદ કાછડીયાએ કહી આ વાત…
Amreli News: અમરેલી જિલ્લામાં બનાવટી લેટરકાંડ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં તપાસ કમિટીની ટીમ પાયલ ગોટીને મેડિકલ ચેકઅપ માટે લઈને જઈ રહી હતી. તે સમયે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા ટીમને રોકવામાં આવી હતી. આ ઉપરાંત આ લેટરકાંડમાં હાલ ખળભળાટ મચાવતા સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. જેને પગલે આ કેસમાં હવે નવો ચોંકાવનારો વળાંક આવ્યો છે.
આ પણ વાંચો : ગુજરાતમા આપ નેતા Gopal Italiya એ પોતાને જાહેરમાં જ પટ્ટા માર્યા, જાણો સમગ્ર મામલો…
આરોપી મનીષ વધાસિયા દ્વારા પાયલ ગોટી મારફતે કુરિયર કરાવ્યું હતું. જેમાં પાયલ ગોટી દ્વારા કરિયર કરવામાં આવ્યું તેના મહત્વના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. કૌશિક વેકરીયા ઉપર લગાવેલા આક્ષેપો વાળો લેટર કમલમ સહિત ભાજપ કાર્યાલય કુરિયર કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકર સહિત કમલમને કુરિયર કર્યા તે સમયમાં સીસીટીવી બહાર આવ્યા હતા.
આ કુરિયરનું પેમેન્ટ પાયલ ગોટીએ એક દિવસ ઓનલાઈન અને બીજા દિવસે રોકડેથી કર્યું હતું. જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. સમગ્ર મામલે કોબા કમલમ દિલ્હી સુધી બે દિવસ માટે અલગ અલગ કુરિયર કરવામાં આવ્યા હતા. બીજી તરફ આજે તપાસ કમિટી પોલીસ દ્વારા મેડિકલ ચેકઅપ માટે પાયલ ગોટીને લઈ જવામાં આવતી હતી તે સમયે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા પોલીસને રોકવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા પાયલ ગોટીને પરિવાર સાથે મેડિકલ ચેકઅપ માટે લઈને જવામાં આવી રહી હતી. જોકે કોંગ્રેસ નેતા દ્વારા પોલીસની ટીમને રોકીને અત્યારે નહીં પણ મેડિકલ સવારે કરવા માટેની માંગ કરવામાં આવી હતી. જોકે આ સમગ્ર મામલે હવે જે સીસીટીવી વાયરલ થયા હતા.
આ પણ વાંચો : ગુજરાતમાં Cyber Crime ને રોકવા પોલીસે 14,669 ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક કર્યા…
ભાજપના જ પૂર્વ સાંસદ નારણ કાછડિયા પણ પાયલ ગોટીના ન્યાય અપાવવાની માંગ સાથે મેદાનમાં આવ્યા છે. નારણ કાછડિયાએ વીડિયો બનાવી આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. જેમાં તેઓએ કહ્યું કે, આવી ઘટનાથી માથું શરમથી ઝૂકી જાય છે. આ સાથે તેઓએ અમરેલી પોલીસ પર પણ ગંભીર આરોપો લગાવતા કહ્યું કે, કોઈને સારા થવા માટે અમરેલી પોલીસ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે