અમરેલી

અમરેલીમાં લોકોએ 11 મહિનામાં સાયબર ફ્રોડમાં ગુમાવેલા 8 કરોડ પૈકી પોલીસે કેટલા પરત અપાવ્યા?

અમરેલીઃ સમગ્ર રાજ્યમાં સાયબર ફ્રોડની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. અમરેલી જિલ્લામાં પણ સમયાંતરે સાયબર ફ્રોડની ઘટના સામે આવતી રહે છે. જિલ્લામાં 11 મહિનામાં નાગરિકોએ 8 કરોડ જેટલી રકમ સાયબર ફ્રોડમાં ગુમાવી હતી. જોકે પોલીસે 70 લાખ જેટલી રકમ પરત અપાવી છે.

અમરેલી જિલ્લામાં છેલ્લા 11 માસ દરમિયાન નોંધાયેલા 1200 કેસમાં કુલ 8 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. આ ફરિયાદોના આધારે સાયબર ક્રાઈમ પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગુનાઓ ડિટેક્ટ કરવા અને નાણાં પરત અપાવવા માટે કામગીરી શરૂ કરી છે. જિલ્લા પોલીસે અત્યાર સુધીમાં , 70 લાખ રૂપિયા જેટલી રકમ અરજદારોને પરત અપાવવામાં સફળતા મેળવી છે. અત્યાર સુધીમાં 42 જેટલી રૂબરૂ ફરિયાદો પણ પોલીસ દ્વારા નોંધવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર અલગ-અલગ રીતે લોકો સાથે સાયબર ફ્રોડની ઘટના બને છે, તેમા મુખ્યત્વે મોબાઈલમાં અલગ-અલગ ગ્રુપમાં જોઈન થાવ તો તેમાં ખોટા ફોટા-વીડિયો શેર કરીને તમને એવી લાલચ આપે છે કે અમને આ શેરમાં પ્રોફિટ થયું છે તેવા ફોટા બતાવીને લોકોને રોકાણ કરાવે છે. તેમજ APK ફાઈલ આવે છે તે ઓપન કરતા જ તમારા મોબાઇલની માહિતી તેઓ પાસે પહોંચી જાય છે અને ફ્રોડ થાય છે. આરટીઓ ચલણના નામે APK ફાઇલ મોકલે છે જેથી લોકો ડાઉનલોડ કરે છે અને ફ્રોડનો ભોગ બને છે.

સોશિયલ મીડિયામાં ગમે તે લિંક પર ક્લિક કરવું, ગમે તે ગ્રુપમાં જોઈન થવું, આવું કરવાથી તમારી કેટલીક માહિતીઓ આ ફ્રોડ કરનારા પાસે પહોંચી જાય છે અને તેઓ આરામથી ફ્રોડ કરી લેતા હોય છે. પોલીસ દ્વારા લોકોને આમ કરવાથી બચવાની સલાહ આપવામાં આવી હતી.

આપણ વાંચો:  ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘મેપલ્સ’ સાથે જોડાણ!

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button