અમરેલી

વડિયાના ઢૂંઢિયા પીપળીયા ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો: પોલીસે માસ્ટર પ્લાનથી આરોપીઓને દબોચ્યા

વડિયા: અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામમાં વૃદ્ધ દંપત્તિની હત્યાના ચકચારી કેસનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે હત્યારાઓ ચોરી કરવાના ઇરાદે વૃદ્ધ દંપત્તિના ઘરમાં ઘુસ્યા હતા. પરંતુ વૃદ્ધ દંપતિ જાગી જતા ચોરી કરવાના બદલે વૃદ્ધ દંપતિની હત્યા કરી દીધી હતી.

બનાવની વાત કરીએ તો અમરેલી જિલ્લાના વડીયાના ઢૂંઢિયાપીપળીયા ગામમાં 17 જુલાઈ, 2025ની રાતે ચકુભાઈ રાખોલીયા અને તેમની પત્ની કુંવરબેનની હત્યા અને રૂ. 2 લાખની લૂંટના કિસ્સાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. જો કે પોલીસે 10 દિવસમાં કેસનો ભેદ ઉકેલ્યો હતો. આ સાથે જ ચાર આરોપીને પકડી પાડ્યા હતા.

આપણ વાંચો: વધુ એક પતિની કરાઈ હત્યા? બિહારમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિનું ઢીમ ઢાળ્યું

અત્રે ઉલ્લેખનીય છે કે, વડીયાના ઢૂંઢિયાપીપળીયા ગામમાં 17 જુલાઈના રાત્રિના ચકુભાઈ રાખોલીયાના રહેણાંક મકાનમાં કોઈ અજાણ્યા ચોર ઈસમો ગેરકાયદેસર મકાનમાં પ્રવેશ કરી ચકુભાઈ તથા તેના પત્ની કુંવરબેન બંને ખાટલા પર સુતા હતા. તે દરમિયાન અજાણ્યા ચોર ઈસમોએ તીક્ષ્ણ હથિયાર વડે માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી બંનેની હત્યા કરી હતી.

રહેણાંક મકાનમાં રૂ.2 લાખની લૂંટ કરી આ ઈસમો નાસી ગયા હતા, જેનો વડીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો. આ ઘટના બાદ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.

આપણ વાંચો: કાંદિવલીમાં પત્નીએ ગળાફાંસો ખાધો:મ્હાડાના અધિકારી વિરુદ્ધ આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો

રાત્રિના સમયે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. વિધાનસભાના નાયબ દંડક કૌશીક વેકરીયા સહિત આગેવાનો દોડ્યા હતા, સવારે લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

આ ઘટનામાં પોલીસે સમજાવટ અને આરોપીઓને પડકવા માટેની ખાત્રી આપવામાં આવી હતી ત્યારબાદ જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા અલગ અલગ 50 જેટલી ટીમો બનાવી, અલગ અલગ પોલીસ અધિકારીઓ દ્વારા હત્યાકાંડ ડિટેક્ટ કરવા માટે કવાયત હાથ ધરી હતી.આ ઘટનાને પગલે ગામમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button