અમરેલી

અમરેલીમાં સાવજનો આતંકઃ ખાંભાના ગામમાં સિંહણે વાછરડાનો કર્યો શિકાર, ઘટના સીસીટીવીમાં કેદ

અમરેલીઃ સૌરાષ્ટ્રમાં સિંહોની વસ્તી ગણતરીમાં ગીર કરતાં અમરેલી જિલ્લામાં સાવજની સૌથી વધુ સંખ્યા હોવાનું સામે આવ્યું હતું. ખાંભાના મોટા બારમણ ગામમાં રાત્રિના સમયે સેંકડો સિંહણે તરાપ મારી શિકારને દબોચ્યો હતો.

શેરીમાં બેઠેલા વાછરડાનું ગળું પકડી જમીન પર પટક્યું હતું, જેથી તડપી તડપીને બન્ને ગૌવંશના મોત થયાં હતાં. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. ચોમાસાની સિઝનમાં સિંહણની આ હરકતે ગામલોકોમાં ડરનો માહોલ ઊભો થયો હતો.

અમરેલીના ગ્રામીણ વિસ્તારોમાં વારંવાર સિંહો આવી ચડે છે, પરંતુ હવે સમસ્યા ગંભીર થતી જોવા મળી રહી છે. ગામ લોકો વન વિભાગને સિંહોની મૂવમેંટ નિયંત્રિત કરવા અને સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કરવા માંગ કરી હતી. અમરેલી જિલ્લામાં સિંહના વીડિયો પણ વાયરલ થતા હોય છે. ખાંભા પંથકમાં એક સિંહણનો આવો વીડિયો વાયરલ થયો છે.

આપણ વાંચો: તરસ્યા સાવજોને સથવારો ખપે: એશિયાઈ સિંહની ગણતરી વખતે જોવા મળ્યો અલભ્ય નજારો

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના મોટા બારમણ ગામમાં રાત્રિના સમયે સિંહણની લટાર જોવા મળતાં ગ્રામજનોમાં ફફ઼ડાટ ફેલાયો હતો. સિંહણે બે વાછરડાનો શિકાર કર્યો હતો. સીસીટીવી મુજબ માનવ વસાહતની નજીક દીવાલની બાજુમાં બે પશુ ઊભા હતા. આ દરમિયાન એક સિંહણ ત્યાં આવી પહોંચી હતી.

સિંહણે પ્રથમ એક વાછરડાનું ગળું દબોચી એનો શિકાર કર્યો હતો. ત્યાર બાદ ભાગી રહેલા બીજા પશુને પણ પકડી લીધું હતું. બંને પશુ થોડીવાર તડપ્યાં બાદ મૃત્યુ પામ્યાં હતાં. જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર સિંહ રોડ ક્રોસ કરી રહ્યો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

આપણ વાંચો: Gujarat માં પ્રોજેક્ટ લાયનના દાવા પોકળ, બે વર્ષમાં 286 સાવજના મોત

ગુજરાતમાં સિંહોની કેટલી છે સંખ્યા

ગુજરાતનું ગૌરવ ગણાતા એશિયાટિક સિંહની 16મી વસ્તી અંદાજના આંકડા મે મહિનામાં જાહેર થયા હતા. જે મુજબ રાજ્યમાં સાવજની સંખ્યા 891 હતી. મુખ્ય પ્રધાને આ આંકડા જાહેર કર્યા હતા. રાજ્યમાં 5 વર્ષમાં સિંહોની વસ્તીમાં 32 ટકાનો વધારો થયો હતો. અમરેલી સહિત 11જિલ્લામાં સાવજની ડણક સંભળાઈ રહી છે.

અમરેલીમાં 300થી વધુ સિંહ

સિંહની સંખ્યા અંદાજના જાહેર થયેલા આંકડા પ્રમાણે, અમરેલીમાં સૌથી વધુ સિંહની વસ્તી નોંધાઈ હતી. અમરેલીમાં 339, ગીર સોમનાથમાં 222, જુનાગઢમાં 191, ભાવનગરમાં 116, પોરબંદરમાં 16, રાજકોટમાં 6, દેવભૂમિ દ્વારકામાં 1 મળી કુલ 891 સિંહની સંખ્યા હતા. વસ્તી અંદાજ દરમિયાન અમદાવાદ, બોટાદ, જામનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં સિંહની હાજરી જોવા મળી નહોતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button