અમરેલી

અમરેલીના બગસરામાં પાંચ વર્ષના બાળકનો સિંહણે કર્યો શિકાર

અમરેલીઃ સોરાષ્ટ્રના ગીર જંગલ આસપાસના વિસ્તારોમાં સિંહ સહિતના જંગલી જનાવરોની અવર જવરે માનવજીવન અઘરું અને જોખમી કરી નાખ્યું છે. સિંહોની માનવ વસાહતમાં લટારો જીવલેણ બની રહી છે ત્યારે આવી જ એક ઘટના અમરેલીના બગસરા તાલુકાના હામાપુર ગામ નજીક બની હતી, જેમાં એક પરપ્રાંતીય ખેતમજૂરનો પાંચ પર્ષનો દીકરો સિંહણનો ભોગ બન્યો હતો.

અહીં રમેશભાઈ નાનજીભાઈ સોજીત્રાની વાડીમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરનો નાનકડો દીકરો કનક વિનોદભાઈ ડામોર વાડીમાં પાણીની કુંડી પાસે રમી રહ્યો હતો ત્યારે સિંહણ અચાનક આવી ચડી હતી અને બાળકને મોઢામાં પકડી ઢસડી ગઈ હતી. દરમિયાન સ્થાનિકો ખેડૂતોએ વનવિભાગને જાણ કરી હતી અને અમરેલી સામાજિક વનીકરણની ટીમ આવી હતી. જોકે બાળકનું મૃત્યુ થયું હતું અને ત્યારબાદ વિસ્તારને કોર્ડન કરી વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યુ હતું. બાળકના મૃતદેહને બગસરા ખાસે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો.

આપણ વાંચો:  પાંચ મિત્રો ફરવા ગયા ને કાર તળાવમાં પલટી મારી જતા બે ડૂબી ગયા

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button