Amreli ના જાફરાબાદમાં બાળકીના મોતની ઘટના, નરભક્ષી સિંહણ પાંજરે પુરાઈ

જાફરાબાદ: અમરેલી(Amreli)જિલ્લામાં જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામમાં ગઈકાલે સિંહે 7 વર્ષની બાળકીનો શિકાર કર્યો હતો. જેથી ગ્રામજનોમાં હોબાળો મચી ગયો હતો. બીજી તરફ આ સિંહણને પાંજરે પુરવા વનવિભાગે રાત્રીથી જ ઓપરેશન હાથ ધર્યું હતું. આખી રાત મેગા ઓપરેશન હાથ ધર્યા બાદ આજે વહેલી સવારે સિંહણને પાંજરે પુરવામાં વન વિભાગને સફળતા મળી છે.
આ પણ વાંચો: સિંહણે પાંચ વર્ષના માસૂમનો લીધો ભોગ: શોધખોળ બાદ મળી આવ્યા અવશેષ
સિંહણને એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી
વન વિભાગના વિવિધ અધિકારીઓની ટીમે સિંહણને પાંજરે પુરવા માટે મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. DCF સહીત ડોક્ટરોની ટીમોએ સિંહણને પકડવા આખી રાત કામગીરી કરી હતી. જે બાદ આજે વહેલી સવારે સિંહણને ટ્રાન્કયૂ લાઈઝ કરી પાંજરે પુરી દીધી હતી. સિંહણને પાંજરે પૂર્યા બાદ એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી છે.
સિંહણને પાંજરે પુરવામાં વનવિભાગને મોટી સફળતા મળી છે.
સિંહણ સાત વર્ષની બાળકીને ઝૂંટવીને લઈ ગઈ હતી
ખાલસા કંથારીયા ગામે વાડી વિસ્તારમાંથી એક સિંહણ સાત વર્ષની બાળકીને ઝૂંટવીને લઈ ગઈ હોવાની પરિવારજનોએ વનવિભાગને જાણ કરતાં ચૂંટાયેલા પદાધિકારીઓ વન વિભાગની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જ્યારે ધારાસભ્ય અને ગામના લોકોએ દ્વારા વન વિભાગની ટીમ સાથે મળીને બાળકીની શોધખોળ હાથ ધરી હતી. જેમાં યુવતીના શરીરના કેટલાક અંગો મળી આવ્યા છે. આ ઘટના બાદ વનવિભાગે સિંહણની શોધખોળ હાથ ધરી હતી.