સૌરાષ્ટ્રમાં માવઠાથી ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાયો: 80-90% મગફળીનો પાક નિષ્ફળ | મુંબઈ સમાચાર
Top Newsઅમરેલી

સૌરાષ્ટ્રમાં માવઠાથી ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાયો: 80-90% મગફળીનો પાક નિષ્ફળ

અમરેલી: રાજ્યમાં દિવાળી બાદ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. આજે સવારના 6 થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 137 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં અમરેલીના રાજુલામાં 6.22 ઇંચ, મહુવામાં 3.39 ઇંચ અને ગળતેશ્વર-વલ્લભીપુરમાં 3.15 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં આ વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે, જ્યાં કમોસમી વરસાદના કારણે મગફળીના પાકને 80 થી 90 ટકા જેટલું મોટાપાયે નુકસાન થયું છે.

આજે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 137 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. અમરેલીના રાજુલામાં 6.22 ઇંચ, મહુવામાં 3.39 ઇંચ, ગળતેશ્વરમાં 3.15 ઇંચ, વલ્લભીપુરમાં 3.15 ઇંચ, લિલિયામાં 3.07 ઇંચ, સાવર કુંડલામાં 2.87 ઇંચ, જેસરમાં 2.32 ઇંચ, ગોધરા અને ઉનામાં 2.05 ઇંચ, ગીર ગઢડામાં 1.97 ઇંચ, બાલાસિનોરમાં 1.93 ઇંચ અને ખાંભામાં 1.65 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

દિવાળી બાદ શરૂ થયેલા વરસાદથી સૌરાષ્ટ્રના અમરેલી,ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઇ ગયો છે. ગીર સોમનાથ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મગફળીના પાકને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે, 80 થી 90 ટકા ખેડૂતોનો પાક વરસાદના કારણે પાયમાલ થઈ ગયો છે. જેના કારણે મગફળીના પાકને નુકસાન પહોંચ્યું છે, ખેડૂતોના આખા વર્ષનો આધાર જે પાક પર હોય તે જ નિષ્ફળ જવાથી જગતના તાતની દારૂણ્ય પરિસ્થિતિ ઘટી છે.

ઉલ્લેખનીય છે કે મગફળીના પાકન થયેલા નુકસાનની અસર માત્ર ખેડૂતોને જ નહીં પરતું પશુપાલકોને થશે કારણે કે મગફળીના પલળી ગયેલા અથવા તણાઇ ગયેલા પાથરાને કારણે ડાળી/પાલો પણ બગડી ગયો છે. પાલો બગડી જવાથી જે ખેડૂતો પશુપાલન કરે છે અથવા પારંપરિક પશુપાલન કરતાં લોકોને પણ પશુઓ માટે નીરણની અછત થવાની ભીતિ છે. ખેડૂતો સરકાર સમક્ષ પાકના નુકસાન બદલ વળતર તેમજ લોન માફ કારવાની માંગ કરી હતી.

આ પણ વાંચો…ગીર સોમનાથ, અમરેલીમાં મોડી રાતથી વરસાદ: મગફળી અને કપાસને મોટું નુકસાન

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button