અમરેલી STમાં એપ્રેન્ટિસશીપની તક: જાણો લાયકાત અને જરૂરી દસ્તાવેજોની વિગતો…

અમરેલીઃ એપ્રેન્ટિસ એકટ ૧૯૬૧ અન્વયે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ (જીએસઆરટીસી) (એસ.ટી.) અમરેલી વિભાગ ખાતે એપ્રેન્ટિસની ખાલી જગ્યાઓ પર ભરતી થશે.
જીએસઆરટીસી અમરેલી વિભાગ હેઠળનાં અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, રાજુલા, ઉના, કોડીનાર ડેપો – વિભાગીય યંત્રાલય ખાતે ઓગસ્ટ-ઓકટોબર-૨૦૨૫નાં ભરતી સત્ર માટે એપ્રેન્ટિસની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
મિકેનીક સાઈડનાં ટ્રેડમાં ધોરણ ૧૦ પાસ ફરજિયાત તથા આઈ.ટી.આઈ.ના ડિઝલ મિકેનીક / એમ.એમ.વી., ઈલેક્ટ્રિશ્યન, ફિટર, વેલ્ડર, વાયરમેન ટ્રેડમાં આઈ.ટી.આઈ. પાસની તેમજ વહીવટી કામગીરી માટે આઈ.ટી.આઈ. કોપા ટ્રેડ અને ધો.૧૨ પાસ ફરજિયાત છે.
જીએસઆરટીસી અમરેલીમાં એપ્રેન્ટિસ તરીકે જોડાવવા ઇચ્છુકોએ, અમરેલી લાઠી રોડ સ્થિત અમરેલી જીએસઆરટીસી વિભાગીય કચેરી ખાતેથી કચેરી કામગીરી સમય અને જાહેર રજા સિવાયના દિવસોમાં તા.૨૫/૦૮/૨૦૨૫ થી તા.૧૭/૦૯/૨૦૨૫ સુધીમાં રુબરુ રુ.પાંચ ચૂકવી આ અરજી-ફોર્મ સવારે સમય ૧૧ થી બપોરે ૨ કલાક સુધીમાં મેળવવા.
તા.૧૮-૦૯-૨૦૨૫ના રોજ સાંજે ૪ વાગ્યા સુધીમાં જરુરી વિગતો સાથેના અરજીપત્રકો જમા કરાવવા. નિયત સમયમર્યાદા વિત્યે અરજીપત્રકો સ્વીકારવામાં આવશે નહિ. આ અંગેની વધુ વિગતો માટે મેળવવા કચેરીનો રૂબરૂ સંપર્ક કરવો.
અરજીકર્તાએ, https://www.apprenticeshipindia.gov.in/ પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવું. તેમજ રજિસ્ટ્રેશન પ્રોફાઈલમાં (૧) શાળા છોડ્યાનું (S.L.C.) પ્રમાણપત્ર, (૨) આધારકાર્ડ અપલોડ કરવું ફરજિયાત છે. ઓનલાઇન રજિસ્ટ્રેશન નહિ થયું હોય તે અરજી-ફોર્મ રદ-કમી પાત્ર થશે.
આ પણ વાંચો…સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ: અમરેલીમાં ST બસ પાણીમાં ફસાઈ, ભાવનગર જળબંબાકાર