અમરેલી

ગોપાલ ઇટાલિયાએ કહ્યું, ગુજરાતમાં ડ્રગ્સ-દારૂ પકડાય તો વિસ્તારના ધારાસભ્યને જેલમાં પુરવાનો કાયદો લાવો…

અમરેલી: અમરેલી શહેરમાં આમ આદમી પાર્ટી (આપ) દ્વારા પ્રથમ વખત કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. સેન્ટર પોઈન્ટ ખાતે યોજાયેલી આ સભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને બોટાદના ધારાસભ્ય સુધીર વાઘાણી સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સભામાં ગોપાલ ઈટાલિયાએ સરકાર અને ખાસ કરીને કાયદામંત્રી પર પ્રહાર કર્યા હતા.

કાયદો લાવવાની માગ કરવામાં આવી

ગોપાલ ઇટાલીયાએ કાયદાપ્રધાનને આગામી ફેબ્રુઆરી મહિનામાં વિધાનસભામાં ડ્રગ્સ-દારૂ પકડાય તે વિસ્તારના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સભ્ય અને ધારાસભ્યને જેલમાં પુરવાનો કાયદો લાવવાની માગ કરવામાં આવી હતી.

જમીન માપણીના કારણે અનેક લોકોને ધિરાણ મળતું નથી

જામનગરની ઘટના પર વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ કહ્યું હતું કે, એ બધું તો ઠીક છે અહીંયા કોઈ આવ્યું નથી ને? છે કોઈ?. ખેડૂતોના પ્રશ્નો ઉપર આપણે એકઠા થયા છીએ. ખેતીપ્રધાન દેશમાં બારે માસ ખેડૂતોએ આંદોલન કરવા પડે છે. ક્યારેક પાણી નથી આવતું, તો ક્યારેક દીપડો પડકો સહિત આંદોલન કરવા પડે છે. જમીન માપણીના કારણે અનેક લોકોને ધિરાણ મળતું નથી. અનેક ખેડૂતોને રસ્તાના પ્રશ્નનો આવ્યા છે. પ્રશ્નો ઘટતા નથી દરેક ખેડૂતના ઘરમાં એક કાગળની થેલી હશે, સરકાર સુધી ક્યાય પહોંચતું નથી. ગાંધીનગરમાં સર્કસ ચાલે છે.

આ પણ વાંચો…ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, કેજરીવાલે BJP-Congressને ઘેર્યા, પણ ઇટાલિયાએ કહ્યું, ‘હું દિલથી માફ કરું છું!’

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button