સંબંધોનું ખૂન: બગસરાના સાપરમાં ભાઈએ જ બહેનની હત્યા કરી, કારણ જાણીને ચોંકી જશો | મુંબઈ સમાચાર
અમરેલી

સંબંધોનું ખૂન: બગસરાના સાપરમાં ભાઈએ જ બહેનની હત્યા કરી, કારણ જાણીને ચોંકી જશો

અમરેલીઃ બગસરાના સાપર ગામમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. એક ભાઈએ તેની જ સગી બહેનની છરીના ઘા મારીને હત્યા કરી હતી. આ હત્યા પાછળનું કારણ આરોપીની દીકરી અને મૃતક મહિલાના પુત્ર વચ્ચેનો પ્રેમસંબંધ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોક ફેલાઈ ગયો હતો અને ચકચાર મચી ગઈ હતી.

શું છે સમગ્ર મામલો

મળતી વિગત પ્રમાણે, મૃતક મહિલાના સગા ભાઈ નરેશભાઈ ખીમજીભાઈ ચૌહાણે આ હત્યાને અંજામ આપ્યો હતો. હત્યાનું કારણ મૃતક મહિલાના દીકરા અને આરોપી નરેશભાઈની દીકરી ખુશી વચ્ચેના પ્રેમસંબંધને ગણવામાં આવી રહ્યું છે. બંને વહેલી સવારે ઘરેથી નીકળી ગયા હતા, જેનાથી નરેશભાઈ રોષે ભરાયા હતા અને પોતાની સગા બહેનની છરી વડે હત્યા કરી હતી.

આ પણ વાંચો: બહેનની જાણ બહાર સહી કરવી પિતરાઇ ભાઈએ લીધી 40 લાખની લોન; કોર્ટની નોટિસથી ફૂટ્યો ભાંડો

આરોપીને ઝડપવા ચક્રો કર્યા ગતિમાન

ઘટનાની જાણ થતાં જ બગસરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતકની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે બગસરાની હોસ્પિટલમાં ખસેડી હતી. એએસપી જયવીર ગઢવીના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો દ્વારા આરોપીની ધરપકડ માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. આરોપી પકડાયા બાદ હત્યાનું સાચું કારણ જાણવા મળશે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button