ઘોર કળિયુગ: બગસરામાં સગા પિતાએ જ પુત્રી પર દુષ્કર્મ આચર્યું…

Amreli Crime News: અમરેલીના બગસરમાં ઘોર કળિયુગની સાબિતી આપતી ઘટના બની હતી. બગસરામાં સગા બાપે દીકરી પર દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી ગઈ હતી. આ અંગે સગીરાનાં ફઈબાએ બગસરા પોલીસ સ્ટેશનમાં તેના ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
Also read : અમરેલીમાં શિક્ષકે 2 વિદ્યાર્થિનીને ઓફિસમાં બોલાવી દુષ્કર્મ આચર્યું
પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, હાલમાં ફરિયાદી બહેન બગસરા તેના બા, દાદી તથા તેના ભાઈ સાથે છેલ્લા એક માસથી રહે છે. તેના ભાઈને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. દીકરી ઉંમર 16 વર્ષની છે. દીકરીના મમ્મી અને તેના ભાઈના આશરે 10 વર્ષ પહેલાં છૂટાછેડા થઈ ગયા હતા.
Also read : અમરેલીના આ ગામમાં એક વર્ષમાં થઈ 381 લગ્નની નોંધણી, લવ જેહાદની પણ આશંકા
બે દિવસ પહેલા રાત્રિના મારા ભાઈએ પોતાની નોકરી પરથી પરત આવીને જમવા તથા સુવા બાબતે બોલાચાલી કરી માથાકૂટ કરી હતી. જે બાદ દીકરીને પૂછતા તેમણે કહ્યું કે મારે અહીંયાથી જતું રહેવું છે. વધુમાં પૂછતા તેણે જણાવ્યું કે મારા પપ્પા મારી સાથે છેલ્લા બે મહિનાથી દુષ્કર્મ આચરી રહ્યા છે. જો તું આ બાબતની જાણ કોઈને કરીશ તો હું તને મારી નાખીશ આવી ધમકી આપીને મારી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. દીકરીના આ વાત સાંભળીને ફઈબા સહિત પરિવારના અન્ય સભ્યોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.