જાતિ વિરુદ્ધ અપશબ્દો-ધમકીની ઓડિયો ક્લિપ વાયરલ થતાં અમરેલી તાલુકા ભાજપ પ્રમુખનું પદ પરથી રાજીનામું

અમરેલી: તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલી કિસાન મહાપંચાયતમાં હાજરી આપવા માટે ગયેલા અમરેલી તાલુકાના લાલાવદર ગામના જીગ્નેશભાઈ અને તેમના ગામના અન્ય લોકોને ગામના ચેતનભાઈ ધાનાણીએ ફોન કરીને જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલી અપમાનિત કરવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આ વિવાદ વચ્ચે અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીએ પદ પરથી રાજીનામું આપી દીધું છે.
મળતી વિગતો અનુસાર આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલી કિસાન મહાપંચાયતમાં હાજરી આપવા માટે ગયેલા અમરેલી તાલુકાના લાલાવદર ગામના જીગ્નેશભાઈ અને તેમના ગામના અન્ય લોકોનેઅમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીએ ફોન કરીને જાતિ વિરુદ્ધ અપશબ્દો તેમજ ધમકી આપી હૈ, જેની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ હતી.
ઓડિયો કલીપ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ભરે વિવાદ સર્જાયો હતો. ત્યારે હવે ચેતન ધાનાણીએ પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામાના પત્રમાં તેમણે લખ્યું હતું કે, “મારા નામથી કથિત ઓડિયો કલીપ સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થયેલ છે, જેના કારણે પાર્ટી ઉપર આક્ષેપો થઈ રહ્યા છે જેથી પાર્ટીને મારા દ્વારા નુકશાન ન પહોંચે તે કારણોસર નૈતિકતાના ધોરણે તાલુકા ભાજપ પ્રમુખ અમરેલીના મારા પદ ઉપરથી સ્વેચ્છાએ રાજીનામું આપું છુ.
શું હતો સમગ્ર બનાવ?
તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલી કિસાન મહાપંચાયતમાં હાજરી આપવા માટે ગયેલા અમરેલી તાલુકાના લાલાવદર ગામના જીગ્નેશભાઈ અને તેમના ગામના અન્ય લોકોને ગામના ચેતનભાઈ ધાનાણીએ ફોન કરીને જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલી અપમાનિત કર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
ફરિયાદની વિગતો અનુસાર, ગત તા. 31/10/2025ના રોજ તે ગામના અન્ય લોકો સાથે લાલાવદરથી સુરેન્દ્રનગર ખાતે એક સભામાં ગયો હતો. રાત્રે લગભગ નવેક વાગ્યે તેઓ પરત આવી રહ્યા હતા, ત્યારે ફરિયાદીના મોબાઈલ પર ગામના ઉપસરપંચ ચેતનભાઈ ધાનાણીનો ફોન આવ્યો હતો. ફરિયાદીએ જણાવ્યું છે કે, ચેતનભાઈએ ફોન પર પૂછ્યું કે “તમે ક્યાં ગયા હતા?” અને પછી રમેશભાઈ ધામેલિયાને ફોન આપવા કહ્યું. રમેશભાઈને સ્પિકર પર ફોન આપતા જ ચેતનભાઈએ તેમને ગાળો આપવાનું શરૂ કરી દીધું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ઓડિયો ક્લિપમાં થયેલી વાતચીત મુજબ, આરોપીએ રમેશભાઈને કહ્યું કે, “તમે ક્યાં પહોંચ્યા છો? હું અહીં લાલાવદર બસ સ્ટેન્ડમાં તમારી રાહ જોઈને જ બેઠો છું, તમારા બધાના ટાંગા ભાગી નાખવાના છે.” આ દરમિયાન ચેતનભાઈએ અનુસૂચિત જાતિ વિશે અપશબ્દોનો બોલીને, ટે લોકોના મકાન લઈ લેવાની નોટિસ પાઠવવાની ધમકી આપી હતી. આ ધમકીઓથી ડરીને રમેશભાઈએ તરત જ ફોન કટ કરી દીધો હતો અને તેઓ કેરિયાનાગસ ગામે ઉતરી ગયા હતા.”



