અમરેલી

અમરેલી પીપાવાવ પોર્ટ નજીક બોટ પલટી, એક મહિલા ઈજાગ્રસ્ત

પીપાવાવ : ગુજરાતમાં અમરેલીના પીપાવાવ પોર્ટ જેટી નજીક બોટ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં પીપાવાવ પોર્ટ જેટી થી શિયાળ બેટ જતી બોટ દરિયામાં પલટી હતી. આ દુર્ઘટનામાં એક મહિલાને ઈજા પહોંચી છે. આ દુર્ઘટનાની મળતી માહિતી મુજબ બોટમાં રેતી સહિત ભારે મટીરીયલ ભરતા બોટે પલટી મારી હતી.

આ બોટ ઓવરલોડ થવાના કારણે પલ્ટી મારતા કાંઠે હાજર રહેલા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. જો કે આ ઘટનામાં 1 મહિલા વ્યક્તિ બોટમાં સવાર હતી તેમને ઈજા થતા રાજુલા બાદ અમરેલીની હોસ્પિટલમાં સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે.

આપણ વાંચો: ‘નીલકમલ’ બોટ દુર્ઘટનાઃ વધુ એક મૃતદેહ મળ્યો, મૃતાંકમાં વધારો…

પીપાવાવ મરીન પોલીસ ગંભીર બેદરકારીનો ગુન્હો નોંધશે

તેમજ શિયાળબેટ દરિયાઈ માર્ગ હોવાથી બારે માસ અહીં બોટ મારફતે અવરજવર ચાલુ હોય છે.લોકો બોટમાં માલ-સામાનની હેરફેર કરે છે. રેતી, સિમેન્ટ સહિત ઘરવખરીનો સામાન પણ બોટ મારફતે લઈ જવામાં આવે છે. આજે બોટ પલ્ટી મારી જવાની ઘટનામાં પીપાવાવ મરીન પોલીસ ગંભીર બેદરકારીનો ગુન્હો નોંધશે.

મહીસાગર નદી પર ગંભીરા બ્રિજ દુર્ઘટના 10 લોકોના મોત

જયારે આજે વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં 10 લોકોના મોત થયા અને અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા. આ દુર્ઘટનામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે આ બ્રિજની જાળવણી અને ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button