અમરેલીમાં અકસ્માત દરમિયાન સિંહણનું મોત, ટ્રક ડ્રાઈવરની કરાઈ ધરપકડ…

અમરેલીઃ અમરેલીમાં છેલ્લા 5 દિવસમાં 3 સિંહના મોત થાય છે. બે સિંહ બાળના કુદરતી રીતે મોત થયા હતાં. જ્યારે એક સિંહણનું અકસ્માતના કારણે મોત થયું હતું. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અમરેલી જિલ્લામાં એક ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, અમરેલી-સાવરકુંડલા હાઈવે પર દેવલિયા ગામ નજીક 24 એપ્રિલે આ અકસ્માત થયો હતો. જેમાં એક સિંહણનું મોત થયું હતું.
સઘન તપાસ કરીને પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી
સિંહણના મોત અંગે વધારે વાત કરતા ACF વિરલસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, આરોપી રાજેશ પાદરિયા ખૂબ જ ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો. આરોપીએ વહેલી સવારે અકસ્માતમાં સિંહણને કચડી નાખી હતી. આરોપીને પકડી પાડવા માટે ત્રણ ટીમો બનાવામાં આવી હતી. સઘન તપાસ કરીને પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્રણ ટીમોએ આસપાસના વિસ્તારોને સ્કેન કર્યા હતા અને પેટ્રોલ પંપ અને સ્થળની આસપાસ સ્થાપિત સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે વાહનની ઓળખ કરવામાં આવી હતી.
છેલ્લા 5 દિવસમાં અમરેલીમાં ત્રણ લોકોના મોત થયા
મળતી જાણકારી પ્રમાણે આરોપી પર વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ, 1972 અને વાઇલ્ડલાઇફ એમેન્ડમેન્ટ એક્ટ, 2022ની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ આ પ્રકારનો ગુનો નોંધવામાં આવ્યો હોવાના કારણે આરોપીના જામીન ફગાવી દેવામાં આવ્યા અને તેને જેલમાં મોકલવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે, છેલ્લા 5 દિવસમાં અમરેલીમાં ત્રણ લોકોના મોત થયા હતાં. મહત્વનું એ છે કે, આ વર્ષે વસ્તી ગણતરી થવાની છે અને તે પહેલા જ સિંહના મોત થવા એ ચિંતાનો વિષય છે.
આપણ વાંચો: અમરેલીમાં વસ્તી ગણતરી પહેલાં 4 દિવસમાં 3 સિંહના મોત, સિંહ પ્રેમીઓમાં ચિંતાનું મોજું