અમરેલીટોપ ન્યૂઝ

અમરેલી લેટર કાંડઃ પાયલ ગોટીએ કોની સામે કરી તપાસની માંગ?

અમરેલીઃ લેટર કાંડમાં ભોગ બનનારી પાયલ ગોટી દ્વારા અમરેલીના એસપી સંજય ખરાત અને ધારાસભ્ય કૌશિક વેકરીયા તથા અન્યો સામે તપાસની માંગ કરતી હાઈ કોર્ટમાં રિટ કરી છે. પાયલ ગોટી તરફથી આ પ્રકરણમાં કસૂરવાર અમરેલી એસપી સહિતના પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ખાતકીય તપાસ અને કાર્યવાહી કરવા અરજીમાં માંગ કરવામાં આવી છે. અમરેલી પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અથવા ડિસ્ટ્રિક્ટ જજ કક્ષાના ન્યાયિક અધિકારી મારફત તપાસ કરવા દાદ માંગવામાં આવી છે. જેના પર આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

Also read: અમરેલી લેટર કાંડઃ જિલ્લા પોલીસ વડાએ શું કરી મોટી કાર્યવાહી? જાણો વિગત…

પાયલ ગોટીએ કરેલી અરજીમાં એડવોકેટ આનંદ યાજ્ઞિકે રજૂઆત કરી છે કે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ કોઇપણ મહિલા સામે જો ગંભીર ગુનો ના નોંધાયો હોય તો તેની સાંજ પછી ધરપકડ કરી શકાય નહીં. તેમ છતાં અમરેલી એસપી અને સ્થાનિક પોલીસે પાયલ ગોટીની રાત્રે બાર વાગે તેના ઘરેથી ધરપકડ કરી હતી. એટલું જ નહીં તે મહિલા હોવા છતાં તેને ઢોર માર મારીને જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. મહિલા પ્રત્યે અમાનવીય વર્તન કરનારા જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવા દાદ માંગવામાં આવી છે. એસએમસીના ડીઆઈજી નિર્લિપ્ત રાયે સમગ્ર કેસની તપાસ કરી છે અને તેનો તપાસ અહેવાલ તૈયાર કર્યો છે. આ અહેવાલનો રિપોર્ટ અને તેની નકલ પીડિતાના પરિવારને પૂરી પાડવા પણ વિનંતી કરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો
અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના બોગસ લેટર પેડનો ઉપયોગ કરીને તેમાં સ્થાનિક ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. આ લેટર વાઇરલ કરવાના વિવાદમાં ડિસેમ્બર 2024ના રોજ અમરેલી સાયબર સેલ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. જેમાં પાયલ ગોટીની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી હતી અને તેને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. જાન્યુઆરીમાં અમરેલી એસપીએ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button