અમરેલી

અમરેલી લેટરકાંડમાં SMCના વડા નિર્લિપ્ત રાયે પીડિતા પાયલ ગોટી અને ફરિયાદીના નિવેદન લીધા

અમદાવાદઃ અમરેલી(Amreli)લેટરકાંડની તપાસ એસએમસીના વડા નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી છે. તેમણે અમરેલી ખાતે પીડિત યુવતી પાયલ ગોટી અને ફરિયાદી કિશોર કાનપરિયાના નિવેદન લીધા હતાં. તેમણે પોલીસે કરેલા રિકન્સ્ટ્રક્શન સ્થળની પણ વિઝિટ કરી હતી. તેઓ રિકન્સ્ટ્રક્શન દરમિયાન દેખાતા એલસીબી અને સાયબર ક્રાઇમના અધિકારી-કર્મચારીનાં નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરશે.

સાયબર ક્રાઇમના અધિકારી-કર્મચારીનાં નિવેદન લેશે

અમરેલી લેટરકાંડમાં કોંગ્રેસના નેતાઓએ ધરણાં યોજતા વિવાદ વધ્યો હતો. ત્યારબાદ રાજ્યના પોલીસવડા વિકાસ સહાય દ્વારા સમગ્ર તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયને સોંપી હતી. નિર્લિપ્ત રાય સોમવારે અમરેલી ખાતે પહોંચ્યા હતાં અને પોલીસે જેનું જાહેરમાં સરઘસ કાઢ્યું તે પીડિત યુવતી પાયલ ગોટી અને ફરિયાદી કિશોર કાનપરિયાના નિવેદન લીધા હતાં. ત્યારબાદ તેમણે પોલીસે યુવતી અને અન્ય આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું તે સ્થળની મુલાકાત લીધી હતી. હવે તેઓ મંગળવારે એલસીબી અને સાયબર ક્રાઇમના અધિકારી-કર્મચારીનાં નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરે તેવી શક્યતાઓ છે.

Also read:લેટરકાંડઃ હર્ષ સંઘવી કેમ તાબડતોડ આવ્યાં અમરેલી? પરેશ ધાનાણીનો સળગતો સવાલ

સાયબર ક્રાઇમના અધિકારી-કર્મચારીનાં નિવેદન લેશે

અમરેલી લેટરકાંડમાં કોંગ્રેસના નેતાઓએ ધરણાં યોજતા વિવાદ વધ્યો હતો. ત્યારબાદ રાજ્યના પોલીસવડા વિકાસ સહાય દ્વારા સમગ્ર તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયને સોંપી હતી. નિર્લિપ્ત રાય સોમવારે અમરેલી ખાતે પહોંચ્યા હતાં અને પોલીસે જેનું જાહેરમાં સરઘસ કાઢ્યું તે પીડિત યુવતી પાયલ ગોટી અને ફરિયાદી કિશોર કાનપરિયાના નિવેદન લીધા હતાં. ત્યારબાદ તેમણે પોલીસે યુવતી અને અન્ય આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું તે સ્થળની મુલાકાત લીધી હતી. હવે તેઓ મંગળવારે એલસીબી અને સાયબર ક્રાઇમના અધિકારી-કર્મચારીનાં નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરે તેવી શક્યતાઓ છે.  

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરવામાં આવી

આ લેટરકાંડ મામલે કોંગ્રેસના નેતા પ્રતાપ દૂધાતે વડાપ્રધાનને પત્ર લખીને પીડિત યુવતીને ન્યાય મળે તેવી માગ કરી હતી. જ્યારે હાઈકોર્ટના એક વકીલ દ્વારા આ કેસમાં પીડીત યુવતી પર થયેલા પોલીસ દમન અંગે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ પહેલા અમરેલીમાં મહિલા કોંગ્રેસ-પ્રમુખ જેનીબેન ઠુંમર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાત અને પરેશ ધાનાણી સહિતના નેતાઓ દ્વારા પાયલ ગોટીને ન્યાય  અપાવવા માટે સરકાર પાસે માગણીઓ કરી પ્રદર્શનો કરવામાં આવ્યાં હતાં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button