અમરેલી લેટરકાંડ મામલે મોટી કાર્યવાહી; ત્રણ PI-PSI ની તાત્કાલિક બદલી…

અમરેલી: રાજ્યના રાજકારણમાં અમરેલી લેટરકાંડે ધરતીકંપ સર્જ્યો છે. અમરેલી લેટરકાંડ મામલે પાયલ ગોટી દ્વારા કરાયેલા ગંભીર આક્ષેપો અને વિધાનસભામાં પણ આ મુદ્દો ગાજ્યો હતો. ત્યારબાદ હવે આ મામલે રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે કાર્યવાહી કરી ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટર અને પોલીસ સબ-ઈન્સ્પેક્ટરની તાત્કાલિક બદલી કરી છે.
Also read : ગુજરાતમાં શિયાળાની વિદાય, ગરમી માટે તૈયાર રહેવાની આઈએમડીએ આપી ચેતવણી
રાજ્યના પોલીસ વડાની કાર્યવાહી
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટર અને પોલીસ સબ-ઈન્સ્પેક્ટરની તાત્કાલિક બદલી કરી છે. જેમાં LCB અમરેલીના PI એ.એમ. પટેલની બદલી કચ્છ પશ્ચિમ ભુજ ખાતે, સાયબર ક્રાઇમ અમરેલીના PI એ.એમ. પરમારની બદલી વડોદરા શહેર ખાતે અને LCB અમરેલીના PSI કુસુમબેન પરમારની બદલી વડોદરા ગ્રામ્ય ખાતે કરવામાં આવી છે.
Also read : સહકારી ક્ષેત્રે ‘રાદડિયા’નો દબદબો! સંઘની ચૂંટણીમાં ભાજપના તમામ ઉમેદવારો બિનફરીફ ચૂંટાયા…
21 પોલીસકર્મીઓની પણ બદલી
તે ઉપરાંત અમરેલી જિલ્લામાં ફરજ બજાવતા 21 પોલીસકર્મીઓની પણ જિલ્લામાં આંતરિક બદલી કરવામાંઆ આવી છે. અમરેલી જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાંથી 11 પોલીસકર્મીની બદલી LCB ખાતે કરવામાં આવી છે, 2 પોલીસકર્મીની SOG ખાતે જ્યારે અન્ય 8 પોલીસકર્મીની હેડક્વાર્ટર ખાતે કરવામાં આવી છે.