Amreli માં બે વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો, મૃતદેહ મળ્યો, વનવિભાગે શોધખોળ શરૂ કરી…

અમદાવાદ : ગુજરાતના અમરેલી(Amreli)જિલ્લામાં વન્ય જીવોના હુમલા સતત વધી રહ્યા છે. જેમાં શુક્રવારે સવારે દલખાણીયા રેન્જના હીરાવા બીટ વિસ્તારમાં એક દુ:ખદ ઘટના બની હતી જ્યાં એક દીપડો ખેતરમાં સૂતેલા બે વર્ષના બાળકને ખેંચી ગયો હતો. થોડી વાર બાદ બાળકનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને વન વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.
Also read : Gujarat માં ગેરકાયદે ખનન સામે સરકારની લાલ આંખ, સુરેન્દ્રનગરમાં બે વર્ષમાં 165 કેસ કરી વસૂલાત કરાઇ…
મૃતદેહ થોડે દૂરથી મળ્યો હતો
આ અંગે મૃતકના પિતાએ જણાવ્યું કે તે મધ્યપ્રદેશનો એક સ્થળાંતરિત મજૂર છે અને ખેતરમાં એક ઝૂંપડીમાં રહે છે. આ ઘટના સમયે આખો પરિવાર સૂતો હતો. ત્યારે દીપડો તેમના પુત્ર બિટુ મીનાવને ઉપાડી ગયો. સવારે જ્યારે તેઓએ જોયું કે બાળક ગુમ છે. ત્યારે તેઓએ આસપાસ શોધખોળ કરી પરંતુ તેનો મૃતદેહ થોડે દૂરથી મળ્યો હતો
વન વિભાગે દીપડાને પકડવા માટે ઝુંબેશ તેજ કરી દીધી છે. વન વિભાગનું કહેવું છે કે દીપડો ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે. સ્થાનિક લોકોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.
Also read : ભારતમાં વેટલેન્ડના કુલ ક્ષેત્રફળનો સૌથી વધુ હિસ્સો ગુજરાતમાં, જાણો ગુજરાતમાં કેટલા છે વેટલેન્ડ્સ
અમરેલીમાં દીપડાના હુમલાની આ ચોથી ઘટના
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ મહિનામાં અમરેલીમાં દીપડાના હુમલાની આ ચોથી ઘટના છે. અગાઉ, 17 ફેબ્રુઆરીએ, રાજુલા તાલુકામાં 8 વર્ષના છોકરા પર દીપડાએ હુમલો કર્યો હતો, જ્યારે ડિસેમ્બરમાં, ખાનભા તાલુકામાં 10 વર્ષના છોકરાનું મૃત્યુ થયું હતું. આ ઘટનાઓથી વિસ્તારમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું છે, ખાસ કરીને સ્થળાંતરિત મજૂરોમાં ભય વધી ગયો છે.