અમરેલી LCB ટીમે 25 વર્ષથી ફરાર આરોપીને મહારાષ્ટ્રથી ઝડપ્યો | મુંબઈ સમાચાર
અમરેલી

અમરેલી LCB ટીમે 25 વર્ષથી ફરાર આરોપીને મહારાષ્ટ્રથી ઝડપ્યો

અમરેલી: એલ.સી.બી. ટીમે ૨૫ વર્ષથી ફરાર એક આરોપીને મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાંથી ઝડપી પાડ્યો હતો. મૂળ સુરેન્દ્રનગરના રતનપુરનો રહેવાસી હરજી ઉર્ફે પંકજ ઉર્ફે ભરત ગંગારામ મિસ્ત્રી દોઢેક વર્ષ પહેલાં પોતાના વતનમાં આવ્યો હતો અને હાલમાં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના કટોલ તાલુકાના ગગાલડોહ ગામમાં મજૂરીકામ કરી રહ્યો હોવાની બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

શું છે મામલો

વર્ષ 2000માં ભરત મિસ્ત્રીએ ફરિયાદી પાસેથી સામાન વાડીએ લઈ જવાના બહાને લીધી હતી અને પછી તે કાર પરત આપી ન હતી. આ ગુના બદલ તેની સામે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આરોપી કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હતો. આરોપી હરજી ઉર્ફે પંકજ ઉર્ફે ભરત ગંગારામભાઇ મિસ્ત્રીએ (ઉ.વ. ૪૩, રહે. રતનપુર, તા. વઢવાણ, જિ. સુરેન્દ્રનગર) ફરિયાદી માધાભાઇ મનજીભાઇ દેસાઇની કાર કિંમત રૂ. ૧,૨૦,૦૦૦ નો વિશ્વાસઘાત અને છેતરપિંડી કરીને કાર પાછી આપી નહોતી. આ ગુનો આચર્યા બાદ તે છેલ્લા ૨૫ વર્ષથી પોતાની ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હતો.

અમરેલી એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી કે આરોપી છેલ્લા ત્રણ મહિનાથી મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના કટોલ તાલુકામાં આવેલા ગગાલડોહ ગામમાં મજૂરી કરી રહ્યો છે. આ બાતમીના આધારે, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી હરજી મિસ્ત્રીને ત્યાંથી ઝડપી પાડ્યો હતો. આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button